Not Set/ વડોદરા જીલ્લાની આ વિધાનસભા બેઠક પર કોઈ ઉમેદવાર સતત બે વાર જીતી શક્યા નથી, જાણો

ગુજરાત વિધાનસભાની ડભોઇ બેઠક એવી બેઠક છે જ્યાં આજ સુધી એકપણ પાર્ટી સળંગ બે ચૂંટણી જીતી શકી નથી. અહીંના મતદારોનો મિજાજ એક જ પાર્ટીના ઉમેદવારને સળગં બે વખત જીતાડવાનો રહ્યો નથી. ગત ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. તે જાતા આ વખતે અહીં કોંગ્રેસની જીત થવાની શક્યતા લોકો જાઇ રહ્યા છે. ડભોઇ […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ડભોઇ બેઠક એવી બેઠક છે જ્યાં આજ સુધી એકપણ પાર્ટી સળંગ બે ચૂંટણી જીતી શકી નથી. અહીંના મતદારોનો મિજાજ એક જ પાર્ટીના ઉમેદવારને સળગં બે વખત જીતાડવાનો રહ્યો નથી. ગત ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. તે જાતા આ વખતે અહીં કોંગ્રેસની જીત થવાની શક્યતા લોકો જાઇ રહ્યા છે.

ડભોઇ બેઠકનું રાજકીય ગણિત :

૧૯૬૨માં ડભોઇ બેઠક પર કોંગ્રેસના ભાનુબેન પટેલની જીત થઇ હતી.

૧૯૬૭માં સ્વતંત્ર પાર્ટીના એન.આઇ.પુરોહિત આ બેઠક પરથી જીત્યા હતા.

૧૯૭૨માં કોંગ્રેસ પાર્ટીના કાલિદાસ ચૌહાણની જીત થઇ હતી.

૧૯૭૫માં એનસીઓના અંબાલાલ પટેલની જીત થઇ હતી.

૧૯૮૦માં જનતા પાર્ટીના ઉમાકાંત જાશી આ બેઠક પરથી જીત્યા હતા.

૧૯૮૫માં  કોંગ્રેસના ગિરીરાજકુમારી કુશવાહા આ બેઠક પરથી જીત્યા હતા.

૧૯૯૦માં અપક્ષ ઉમેદવાર ઉમાકાંત જાશીએ આ બેઠક પર વિજય મેળવ્યો હતો.

૧૯૯૫માં  ભાજપના કરણસિંહ રાજની જીત થઇ હતી.

૧૯૯૮માં કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલની જીત થઇ હતી.

૨૦૦૨માં  ભાજપના ચંદ્રકાંત પટેલે આ બેઠક પર વિજય મેળવ્યો હતો.

૨૦૦૭માં  કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલની જીત થઇ હતી.

તો ૨૦૧૨ ભાજપના બાલકૃષ્ણ પટેલની જીત થઇ હતી.