Morbi Bridge Accident: ગુજરાતના મોરબીમાં મચ્છુ નદીમાં પૂલ તૂટવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. મંગળવારે ત્રીજા દિવસે પણ નદીમાંથી મૃતદેહો શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. અત્યાર સુધીમાં 135 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 170 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અકસ્માત બાદ દર્દનાક કહાનીઓ સતત સામે આવી રહી છે. આવી જ સ્ટોરી એક સગર્ભા સ્ત્રી દ્વારા વર્ણવવામાં આવી છે જેનો પરિવાર અકસ્માતના દિવસે ફરવા ગયો હતો. ગર્ભવતી હોવાને કારણે મહિલા પુલ પર જઈ શકી ન હતી. મહિલાના પતિ, નવ વર્ષના પુત્ર અને સાત વર્ષની પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. સૂત્રો મુજબ, મહિલાએ કહ્યું કે બધું સમાપ્ત થઈ ગયું છે. સતત રડવાના કારણે મહિલાનું ગળું પણ દબાઈ ગયું હતું. તે કહે છે, “હવે મારી સાથે કોણ બચ્યું છે?” મારો દીકરો, મારી દીકરી અને ઘરવાળા બધા જ ચાલ્યા ગયા. હવે મારો આધાર કોણ?
મહિલાએ વધુમાં કહ્યું કે, “મેં બધું ગુમાવ્યું છે. હું શું માંગીશ? સરકારે મને મદદ કરવી જોઈએ… બધું ગુમાવ્યું, બધું ગુમાવ્યું, ગુમાવ્યું….” તો બંને બાળકોના દાદાએ કહ્યું કે તેમની પુત્રીના પતિ, જે મજૂર હતા, તેમણે લાંબા સમયથી કામ કરતા હોવાથી ફરવા જવાનો નિર્ણય કર્યો. ત્રણેય નદીમાં પડી ગયા. કેટલાક સ્થાનિક નેતાઓ તેમને મળ્યા, પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઈ આવ્યું નહીં, એમ તેમણે જણાવ્યું હતું.

PM મોદીએ મોરબીમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતીઅધિકારીઓએ વડાપ્રધાનને દુર્ઘટના બાદ કરવામાં આવી રહેલી રાહત કામગીરી વિશે જાણકારી આપી હતી. રવિવારે પુલ તૂટી પડતાં મચ્છુ નદીમાં પડી જતાં 135 લોકોનાં મોત થયાં હતાં. વડાપ્રધાને સ્થળ પર પહોંચતા પહેલા વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યા પછી, તેઓ હોસ્પિટલ ગયા અને સારવાર હેઠળ રહેલા ઘાયલોને મળ્યા.વડાપ્રધાને હોસ્પિટલમાં લગભગ 15 મિનિટ વિતાવી અને ઓછામાં ઓછા છ ઘાયલો સાથે વાતચીત કરી.
મોરબી અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 135 થયો છેઅધિકારીઓએ જણાવ્યું કે સશસ્ત્ર દળો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય એજન્સીઓ દ્વારા મચ્છુ નદીમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. રાજકોટ રેન્જના મહાનિરીક્ષક (IG) અશોક કુમાર યાદવે સોમવારે જણાવ્યું હતું કે મોરબીમાં રવિવારે સાંજે પુલ ધરાશાયી થતાં 134 લોકોના મોત થયા હતા. ગુજરાતના કેબિનેટ મંત્રી ત્રિવેદીએ મંગળવારે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં બચાવ ટુકડીઓ દ્વારા 135 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે નદીમાં પડેલા લગભગ 170 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.”
આ પણ વાંચો: કટાક્ષ / મોરબી બ્રિજ દુર્ઘટનાથી ગુજરાત સરકાર ભાગી શકે નહીંઃ ઠાકરેનો ભાજપ પર પ્રહાર
