Not Set/ અમદાવાદ : સાબરમતી જેલમાં કાચાકામના કેદીનું શંકાસ્પદ હાલતમાં મોત

અમદાવાદ શહેરના કલાપીનગરમાં રહેતા અને કાચાકામના કેદી યુવકનું ગઇ કાલે સાબરમતીની સેન્ટ્રલ જેલમાં મોત થયું હતું. મેઘાણીનગર પોલીસે શુક્રવારે કલાપીનગરમાં આવેલ ખાડાવાળી ચાલીમાં રહેતા સંજય અઠવાલ (35) નામના યુવકને દારૂ સાથે ઝડપ્યો હતો. અને સંજયને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. જણાવી દઈએ કે, સંજયના પરિવારજનોએ સોમવારે કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે સંજયને જામીન […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ શહેરના કલાપીનગરમાં રહેતા અને કાચાકામના કેદી યુવકનું ગઇ કાલે સાબરમતીની સેન્ટ્રલ જેલમાં મોત થયું હતું. મેઘાણીનગર પોલીસે શુક્રવારે કલાપીનગરમાં આવેલ ખાડાવાળી ચાલીમાં રહેતા સંજય અઠવાલ (35) નામના યુવકને દારૂ સાથે ઝડપ્યો હતો. અને સંજયને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.

જણાવી દઈએ કે, સંજયના પરિવારજનોએ સોમવારે કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે સંજયને જામીન આપ્યા હતા. પરિવારજનો બીડુ લઇ સાબરમતી જેલ પહોંચ્યા હતા.

જેલમાં બીડુ આપ્યા બાદ પરિવારજનો જેલની બહાર સંજયના મુક્ત થવાની રાહ જોતા હતા, પરંતુ રાત્રે 9 વાગ્યા સુધી સંજયને મુક્ત નહીં કરાતાં જેલ માં પૂછપરછ કરી હતી. જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી સંજયને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ ગયા છે.

પરિવારજનોએ હોસ્પિટલમાં તપાસ કરતાં સંજયને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સંજયના શરીર પર બેલ્ટથી માર મરાયો હોવાનાં નિશાન મળી આવ્યાં છે. સંજયનું પોલીસના મારથી મોત થયું છે.

જોકે, રાણીપ પોલીસે બીમારીથી મોત થયું હોવાનું કારણ દર્શાવી અકસ્માતે મોત દાખલ કરી તપાસ શરૂ કરી છે.