Not Set/ રાધનપુર હાઇવે પર સર્જાયો અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે મોત, એકની હાલત ગંભીર

રાજ્યમાં અકસ્માતની ઘટના ઓછી થવાનું નામ જ નથી લઈ રહી દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સમી રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો છે જેમાં એક મહિલાનું મોત નીપજયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની દવાખાને રીફર કરાયો છે. મળતી માહિતી અનુસાર આગળ જઈ રહેલા ટ્રકની પાછળ […]

Gujarat Others

રાજ્યમાં અકસ્માતની ઘટના ઓછી થવાનું નામ જ નથી લઈ રહી દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સમી રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો છે જેમાં એક મહિલાનું મોત નીપજયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની દવાખાને રીફર કરાયો છે.

મળતી માહિતી અનુસાર આગળ જઈ રહેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મૃતક મહિલાનું પીએમ સમી રેફરલ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે ખાનગી દવાખાને રીફર કરાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.