Not Set/ હુમલાની ઘટના સરકારનું ષડ્યંત્ર,બેરોજગારીના કારણે વધ્યું પલાયન:પરેશ ધાનાણી

અમદાવાદ, પરપ્રાંતિયો પર મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર નિશાન સાધ્યું છે. પરેશ ધાનાણીએ પરપ્રાંતિયો પર વધતા હુમલાએ સરકારનું ષડ્યંત્ર હોવાનું ગણાવ્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર આ મુદ્દે રાજીનામુ નહિં આપે તે વાત કરી હતી. ધાનાણીએ કહ્યું હતુ કે, અલ્પેશ ઠાકોરે નહિં પણ સરકારે રાજીનામુ આપવું […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

પરપ્રાંતિયો પર મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર નિશાન સાધ્યું છે. પરેશ ધાનાણીએ પરપ્રાંતિયો પર વધતા હુમલાએ સરકારનું ષડ્યંત્ર હોવાનું ગણાવ્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર આ મુદ્દે રાજીનામુ નહિં આપે તે વાત કરી હતી.

ધાનાણીએ કહ્યું હતુ કે, અલ્પેશ ઠાકોરે નહિં પણ સરકારે રાજીનામુ આપવું જોઈએ. તો પરપ્રાંતિયોનું પલાયન બેરોજગારીના કારણે થતુ હોવાની વાત સાથે સરકાર પર નિશાન સાધ્યું હતુ.

તો બીજીબાજુ ભાજપ કોંગ્રેસના નેતાઓ સામ સામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે ઢૂંઢર ગામમાં બનેલા દુષ્કર્મનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવામાં આવશે અને આ સાથે કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પર નિશાન સાધ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાને કીધું હતુ કે કોંગ્રેસ પરપ્રાંતિયો મુદ્દે રાજકારણ રમી રહી છે અને અલ્પેશ ઠાકોરના આગેવાની નીચેના સંગઠન દ્વારા કેટલાક જગ્યાઓ પર ધમકી આપવામાં આવી હતી તેને કારણે ઉત્તર ગુજરાતમાં માહોલ ડોહલાયો હતો.