Ahmedabad News/ વાલીઓ માટે મહત્વના સમાચાર: અમદાવાદની શાળાઓ રવિવારે પણ ચલાવવાની મળી મંજૂરી

ભારે વરસાદના કારણે બંધ રહેલી શાળા (Ahmedabad School)ઓમાં અભ્યાસની ખોટ પૂરી કરવા અમદાવાદ DEOએ રવિવારે શાળા ચાલુ રાખવાની મંજૂરી આપી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad School : અમદાવાદમાં રવિવારે સ્કૂલ શરૂ રાખવાની છૂટ

Ahmedabad News: અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે શાળા (Ahmedabad School)ઓમાં જાહેર થયેલી રજાઓથી અભ્યાસક્રમમાં થયેલી અસરને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરની શાળાઓને જરૂરિયાત મુજબ રવિવારે પણ શાળા શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. DEO દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, શાળા સંચાલકો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક ધોરણે રવિવારે શૈક્ષણિક કાર્ય કરી શકશે.

Ahmedabad School: વરસાદના કારણે બંધ રહેલી શાળાઓમાં અભ્યાસની ખોટ પૂરી કરાશે

છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં શાળા (Ahmedabad School)ઓ બંધ રાખવાની ફરજ પડી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર પડી હતી.આ અભ્યાસની ખોટ પૂરી કરવા માટે શાળા સંચાલકો રવિવારે વર્ગો શરૂ રાખી શકશે. આ દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરવો, અગાઉ ભણાવેલા વિષયનું પુનરાવર્તન કરાવવું તેમજ જરૂરી શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને લાગુ પડશે નિર્ણય

DEOના આદેશ અનુસાર અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓને આ નિર્ણય લાગુ પડશે. જોકે, રવિવારે શાળા શરૂ રાખવાનો નિર્ણય ફરજિયાત નહીં પરંતુ શાળા (Ahmedabad School)ની જરૂરિયાત પ્રમાણે સ્વૈચ્છિક રહેશે.શાળા સંચાલકો સ્થાનિક હવામાનની સ્થિતિ, વિદ્યાર્થીઓની સલામતી અને શિક્ષકોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને આયોજન કરી શકશે.

વાલીઓને અગાઉથી જાણ કરવી પડશે

રવિવારે શાળા શરૂ રાખતા પહેલા શાળાઓએ વાલીઓને તેની જાણ કરવાની રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા રહેશે અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ શૈક્ષણિક કામગીરી હાથ ધરવાની રહેશે. DEOના આ નિર્ણયથી શાળાઓને અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવામાં મદદ મળશે અને વરસાદના કારણે થયેલી શૈક્ષણિક ખોટ ભરપાઈ કરવાનો માર્ગ સરળ બનશે.


આ પણ વાંચો:અમદાવાદના 4500 શિક્ષકોનું ₹4.50 કરોડ મહેનતાણું બાકી, વસ્તી ગણતરી બાદ પણ ચૂકવણીની રાહ

આ પણ વાંચો:અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદની શરૂઆત, પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં મેઘમહેર; સ્કૂલ-કોલેજોમાં રજા

આ પણ વાંચો:અમદાવાદમાં રેડ એલર્ટ: બે દિવસ AMCના તમામ અધિકારીઓની રજા રદ, વર્ક ફ્રોમ હોમની અપીલ; સ્કૂલ-કોલેજો પણ બંધ