Ahemdabad/ અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદની શરૂઆત, પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં મેઘમહેર; સ્કૂલ-કોલેજોમાં રજા

અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીને લઈ ગઈકાલે ભારે વરસાદને વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે.

Top Stories Ahmedabad Breaking News
heavy rain

Ahemdabad News: હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rain)ની શક્યતા વચ્ચે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. રેડ એલર્ટ જાહેર થતાં વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે અને સંભવિત જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. વેજલપુરની શ્રીનંદનગર સોસાયટી બહાર પાણી ન ભરાય તે માટે માટીના થેલા ગોઠવવામાં આવ્યા છે.

અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા, ધીમી ધારે વરસાદ શરૂ |  heavy rain

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અમદાવાદની તમામ સ્કૂલ-કોલેજોમાં રજા (Holidays in schools and colleges)જાહેર કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન (Adherence to instructions)કરવાની અપીલ કરવામાં આવી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, અમરાઈવાડી, વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં નરોડા, એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ, મોટેરા, ચાંદખેડા (Chandkheda), જગતપુર, ચેનપુર અને એસ.પી. રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

ગુરુવારે બપોર બાદથી રાત્રિ સુધી શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક માર્ગો પર પાણી ભરાયા હતા અને વાહનવ્યવહારને અસર પહોંચી હતી. વરસાદના આંકડા મુજબ બોડકદેવમાં સૌથી વધુ 2.64 ઇંચ અને બોપલમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી અમદાવાદ મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. નાગરિકોને વરસાદી પરિસ્થિતિ અંગે સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વેજલપુરના શ્રીનંદનગર સોસાયટીમાં વરસાદના પાણી ન ભરાય તે માટે સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર માટીના થેલા ભરીને મૂકી દીધા છે.


આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં અંબિકામાં 24 ઇંચ વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં 160થી વધુ રસ્તા બંધ

આ પણ વાંચો: મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે 1 ઓગસ્ટે તમામ શાળાઓમાં રજા જાહેર

આ પણ વાંચો: રેડ એલર્ટ વચ્ચે ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 1 ઓગસ્ટે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ