ChhotaUdepur News/ છોટાઉદેપુરના બોડેલીમાં 4 વર્ષની બાળકી કોતરના પાણીમાં તણાઈ, 500 મીટર દૂરથી મૃતદેહ મળ્યો

બોડેલીમાં કોતરના પ્રવાહમાં તણાયેલી 4 વર્ષની બાળકીનો મૃતદેહ (Girl Drowned) 500 મીટર દૂરથી મળ્યો

Top Stories Gujarat Others Breaking News
Girl Drowned : દાદાના હાથમાંથી છૂટી 4 વર્ષની બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ

ChhotaUdepur News: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક કરુણ ઘટના સામે આવી છે. અહીં 4 વર્ષની બાળકી કોતરના ભારે પાણીના પ્રવાહમાં તણાઈ (Girl Drowned) જતા તેનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Girl Drowned:ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ

મળતી માહિતી મુજબ, બાળકી દાદા સાથે હતી તે દરમિયાન અચાનક દાદાના હાથમાંથી છૂટી ગઈ હતી અને પાણીના તેજ પ્રવાહમાં તણાઈ (Girl Drowned) ગઈ હતી. ઘટના બાદ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો હતો.

બાળકીને શોધવા માટે NDRFની ટીમે ગઈકાલથી સતત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ બાળકીનો મૃતદેહ ઘટનાસ્થળથી અંદાજે 500 મીટર દૂરથી મળી આવ્યો હતો.

બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેને બોડેલીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાઈ છે.


આ પણ વાંચો:અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદની શરૂઆત, પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં મેઘમહેર; સ્કૂલ-કોલેજોમાં રજા

આ પણ વાંચો:નવસારીમાં પૂર વચ્ચે સ્થળાંતર યથાવત

આ પણ વાંચો:ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં અંબિકામાં 24 ઇંચ વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં 160થી વધુ રસ્તા બંધ