Rajkot News/ સરકારી નોકરીના નામે ઠગાઈ: 6 રાજ્યોમાં EDની કાર્યવાહી

ED ની ટીમોએ દેશના 6 રાજ્યોમાં કુલ 15 સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે.

Gujarat Rajkot
ED

Rajkot News : સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈના મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઈડીની ટીમોએ દેશના 6 રાજ્યોમાં કુલ 15 સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન રાજકોટમાં પણ ED દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા છે.

મામલાની તપાસ બિહારના સોનપુર રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી છે. ફરિયાદના આધારે દીપક તિવારી અને સક્ષમ શ્રીવાસ્તવ સામે ઈડીએ મની લોન્ડરિંગ સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓની ગેંગ રેલ્વે સ્ટેશનો પર આવતાં સરકારી નોકરીની આશા રાખતા યુવકોને શિકાર બનાવતી હતી. નોકરી અપાવવાના લાલચમાં મોટા પ્રમાણમાં રૂપિયા વસૂલવામાં આવતા હતા. ગેંગના મુખ્ય સૂત્રધારો અંગેની તપાસ હજી પણ ચાલુ હોવાનું Enforcement Directorate ના અધિકારીઓએ જણાવ્યું છે.

દરોડા દરમિયાન EDને અનેક વેચાણ દસ્તાવેજો, ઋણ એગ્રીમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ઉપકરણો, મોબાઇલ ફોન, લેપટોપ સહિતની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.

તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા નોકરીના નકલી જાહેરાત પત્રો, નકલી નિયુક્તિ પત્રો તેમજ ખોટા ઇ-મેઇલ આઇડી બનાવી લોકોમાં વિશ્વાસ ઊભો કરવામાં આવતો હતો. ગેંગ દ્વારા તૈયાર કરાયેલા આ તમામ નકલી પુરાવાઓ હવે ઈડીને હાથ લાગ્યા છે.

ઈડી દ્વારા સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને ગેંગના અન્ય સભ્યો અંગે તપાસનો દોર વધુ તેજ બનાવવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  ગુજરાતમાં GLDC અધિકારી ધીરુભાઈ શર્મા સામે ED ની કાર્યવાહી, 4.92 કરોડ રૂપિયાની મિલકત જપ્ત, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:  ભ્રષ્ટાચારનો ખેલ! સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDનો બીજો રાઉન્ડ, અધિક કલેક્ટરની મુશ્કેલી વધશે!

આ પણ વાંચો:  હવે ED પણ નકલી, અમદાવાદના સિનિયર સિટીઝન પ્રોફેસર સાથે ફ્રોડ