Not Set/ અમદાવાદ : પૂર્વ બહેનપણીએ વાયરલ કર્યા ના. મામલતદારની પત્નીના અશ્લીલ ફોટોગ્રાફ્સ

સેટેલાઈટ વિસ્તારમાં રહેતી અને નાયબ મામલતદારની પત્નીના તેના પ્રેમી સાથેના અશ્લીલ ફોટોગ્રાફ્સ તેની જ પૂર્વ બહેનપણીએ વાયરલ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ બહેનપણીએ ફોટોગ્રાફ્સની પ્રિન્ટ કાઢી અને કવરમાં નાખી સગા સંબંધીઓના ઘરે મોકલ્યા હતા. મહિલાએ આ મામલે તેની પૂર્વ બહેનપણી સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને નાયબ મામલતદારના […]

Top Stories Ahmedabad Gujarat

સેટેલાઈટ વિસ્તારમાં રહેતી અને નાયબ મામલતદારની પત્નીના તેના પ્રેમી સાથેના અશ્લીલ ફોટોગ્રાફ્સ તેની જ પૂર્વ બહેનપણીએ વાયરલ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ બહેનપણીએ ફોટોગ્રાફ્સની પ્રિન્ટ કાઢી અને કવરમાં નાખી સગા સંબંધીઓના ઘરે મોકલ્યા હતા. મહિલાએ આ મામલે તેની પૂર્વ બહેનપણી સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને નાયબ મામલતદારના પત્નીને પુત્ર સાથે પ્રાયમરી સ્કૂલમાં સાથે અભ્યાસ કરતી બાળકીની માતા  મુલાકાત થઈ હતી. બંને એક જ જ્ઞાતિના હોઈ એકબીજાના ઘરે આવતા-જતા હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાતા તેઓએ ભાગીદારીમાં બ્યુટીપાર્લર શરૂ કર્યું હતું. પરંતુ નુકસાન જતાં તેઓએ બંધ કરી દીધું હતું. બંને વચ્ચેની મિત્રતાનો પણ અંત આવી ગયો હતો.

બાદમાં આરોપીની મુલાકાત મામલતદારના પત્નીના પ્રેમી સાથે થઈ હતી. બાદમાં બંનેના અશ્લીલ ફોટોગ્રાફસ પ્રેમીના મોબાઈલ માંથી મેળવી લીધાં હતાં. આરોપીએ આ ફોટો મામલતદારના પત્નીના ભાઈ અને પરિવારજનોને મોકલી તારી બેનના બધા ફોટો મોકલું છું અને તેને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ કરવાનું કહેતા આરોપીએ માફી માંગી હતી. જોકે સ્નેહાબેનને બદનામ કરવા માટે ફરીથી અશ્લીલ ફોટોગ્રાફ્સની પ્રિન્ટ કાઢી કવરમાં નાખી બે અજાણ્યા માણસો મારફતે મિત્રો અને તેમના પરિવારજનોના ઘરે મોકલી દીધા હતાં.