દવાને લઈને ડાઉટ/ ડોક્ટરે બાળકને દવા આપવાનું કહ્યુ, નર્સે ફિનાઇલ આપ્યાનો આરોપ

શારદાબેન હોસ્પિટલની નર્સે દર્દી બાળકને ફિનાઇલ પીવડાવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આના પગલે મ્યુનિસિપાલિટીના સત્તાધીશો દોડતા થઈ ગયા છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદ શહેરની શારદાબેન હોસ્પિટલ કોઈને કોઈ રીતે વિવાદમાં રહેતી જ હોય છે. હવે તે વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલની નર્સે દર્દી બાળકને ફિનાઇલ પીવડાવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આના પગલે મ્યુનિસિપાલિટીના સત્તાધીશો દોડતા થઈ ગયા છે.

સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં 11 મહિનાના બાળકને તાવ અને ઝાડા ઉલ્ટી થતાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરે તપાસ બાદ દવા લખી આપી હતી. બાળકની માતે નર્સ પાસેથી દવા લઈને બાળકને ડોક્ટરે નિર્ધારિત કરેલો પાંચ એમએલનો ડોઝ આપ્યા બાદ બાળકની તબિયત લથડી હતી. બાળકને પરસેવો થવા લાગ્યો હતો અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યુ હતુ.

તેના પગલે ગભરાયેલા કુટુંબે હોબાળો મચાવ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે બાળકને પીવડાવવામાં આવેલી બોટલમાં દવા નહી પણ ફિનાઇલ જેવું પ્રવાહી હતું. હોસ્પિટલમાં કુટુંબીજનોએ મચાવેલી માથાકૂટના પગલે પોલીસનો કાફલો ત્યાં ધસી આવ્યો હતો. શહેરકોટડા પોલીસે પરિવારજનોએ કરેલા આરોપની સચ્ચાઈ જાણવા માટે ડોક્ટરે આપેલી દવાનો નમૂનો લીધો છે અને એફએસએલમાં તપાસાર્થે મોકલી આપ્યો છે.

સમગ્ર ઘટનાક્રમમાં જોઈએ તો ગોમતીપુરમાં રહેતા ફૈજાનાબાનુ મેવનાના 11 મહિનાના પુત્ર તૈમુરઅલીને તાવ અને ઝાડા ઉલ્ટી થતાં બે દિવસ પહેલા શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો. તૈમૂરઅલીને તાવ વધારે આવતો હોવાથી ડોક્ટરે બાળકોના વોર્ડમાં દાખલ કરવાનું કહ્યું હતું. બાળકોના વોર્ડમાં બીજા બાળકોની સાથે તૈમુરઅલીની સારવાર ચાલી રહી હતી.

સોમવારે સવારે બાળકોના ડોક્ટર દર્દીઓને તપાસવા આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તૈમુરઅલી માટે દવા લખી આપી હતી, ફૈજાનાબાનુને નર્સ પાસેથી દવા લઈ લેવા કહ્યું હતું. તેના લીધે ફૈજાનાબાનુ કેસ ફાઇલમાં લખેલી દવા લેવા નર્સ પાસે ગયા હતા. નર્સે તે દવાની બોટલ આપી હતી, પણ બોટલ પર સીલ ન હતુ, આ અંગે નર્સને પૂછવામાં વતા નર્સે તેને શક્તિની દવા હોવાનું કહ્યુ હતુ અને તેમણે નર્સની વાત પર વિશ્વાસ કરી પાંચ એમ.એલ. દવા બાળકને પીવડાવી હતી. દવા પીવડાવ્યા પછી તેમુરઅલીને એકદમ પરસેવો થવા લાગ્યો હતો અને મોઢામાંથી ફીણ નીકળવા માંડયું હતું.

તેના લીધે પરિવાર ગભરાઈ ગયો હતો. કુટુંબનીજને બોટલમાં દવાના બદલે બીજુ કોઈ પ્રવાહી હોવાનો આરોપ મૂકતા હવે દવાની તે બોટલ એફએસએલમાં મોકલી અપાઈ છે. તે બોટલની અંદરની દવા બાળકની છે કે નહી તે અભિપ્રાય મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે. હાલમાં તો આ અંગે ડોક્ટર, નર્સ કે સ્ટોરકીપર કોની બેદરકારી છે તે કહેવું મુશ્કેલ છે, એમ શહેરકોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ Encounter/ રાજૌરીમાં ફરી એકવાર આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ, ત્રણ સુરક્ષાકર્મી ઘાયલ

આ પણ વાંચોઃ India Vs Nepal Highlights/ ભારતે નેપાળને 23 રનથી હરાવ્યું, સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયું,યશસ્વીની શાનદાર સદી

આ પણ વાંચોઃ Terrorist Arrested/ દિલ્હીના અક્ષરધામ મંદિરમાંથી પકડાયા ત્રણ આતંકવાદી