Terrorist arrested/ દિલ્હીના અક્ષરધામ મંદિરમાંથી પકડાયા ત્રણ આતંકવાદી

દિલ્હી પોલીસે મંગળવારે સમગ્ર ઉત્તરભારતમાં બોમ્બ વિસ્ફોટ કરવાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.

Top Stories India
Mantavyanews 1 2 દિલ્હીના અક્ષરધામ મંદિરમાંથી પકડાયા ત્રણ આતંકવાદી

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે મંગળવારે  ઉત્તર ભારતમાં બોમ્બ વિસ્ફોટ કરવાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ સંદર્ભમાં એનઆઇએના મોસ્ટ વોન્ટેડ અને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ કરી છે. તેની સાથે તેના બે સાથીદાર રિઝવાન અને અર્શદની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને હાલમાં કસ્ટડીમાં લેવાયો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય આતંકવાદીઓની અક્ષરધામ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરમાં જે રીતે અક્ષરધામમાં આતંકવાદીઓ પકડાયા હતા તેમ દિલ્હીના અક્ષરધામમાં પણ આ રીતે આતંકવાદીઓ મોટો કાંડ કરવાના હતા કે કેમ તે પણ મોટો સવાલ છે. દિલ્હીના અક્ષરધામની મુલાકાતે દરરોજે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તેથી પોલીસની આ ધરપકડના લીધે એક મોટી ઘાત ટળી ગઈ હોવાનું માનવામાં આવે છે.

ISISના આતંકવાદી શાહનવાઝની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આ આતંકવાદીઓ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,ગાંધીનગર અને મુંબઈમાં મોટા નેતાઓના રૂટની રેકી કરતા હતા. તેઓ આઇઇડી બ્લાસ્ટ કરીને હત્યાનું ષડયંત્ર ઘડી રહ્યા હતા. આતંકવાદી શાહનવાઝ પોતે માઇનિંગ એન્જિનિયર છે, તેથી તેને આઇઇડી બ્લાસ્ટનું નોલેજ છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોનું કહેવું છે કે આ ત્રણેય આતંકવાદીઓ ગુજરાતના અક્ષરધામ મંદિર પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ ફરતુલ્લા ગૌરીના સંપર્કમાં છે, જે સ્પષ્ટ કરે છે કે સમગ્ર કાવતરું પાકિસ્તાન અને આઈએસઆઈ દ્વારા ઘડવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ઓનલાઈન અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવે છે અને પછી તેમને આતંકવાદી હુમલા માટે તૈયાર કરે છે.

ઉલ્લેખનીય છે કે શાહનવાઝ પુણે આઇએસઆઇએસના કેસમાં વોન્ટેડ હતો. શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે. તે પુણે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં રહેતો હતો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે કેટલાક અન્ય લોકોની પણ અટકાયત કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ આતંકવાદીઓની યોજના સમગ્ર ઉત્તરભારતને નિશાન બનાવવાની હતી. તેમને દેશન બહાર બેઠેલા હેન્ડલરો પાસેથી સૂચનાઓ મળી રહી હતી. પોલીસે આરોપી શાહનવાઝને અગાઉ 17 અને 18મી જુલાઈની રાત્રે મોટરસાઇકલની ચોરી કરતા પકડ્યો હતો, પરંતુ તે કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.


આ પણ વાંચોઃ Destruction Site/ સુરતમાં કન્સ્ટરકશન સાઇટ બની ડિસ્ટ્રકશન સાઇટઃ શ્રમિકે ગુમાવ્યો જીવ

આ પણ વાંચોઃ ચેતજો/ અમદાવાદમાં કિશોરીનું પાણીપુરી ખાવાથી મોત

આ પણ વાંચોઃ Donald Trump Case/ ન્યૂયોર્કમાં ટ્રમ્પના બિઝનેસ પર પ્રતિબંધ મૂકવાની માંગ, છેતરપિંડીના કેસમાં ચૂકવવો પડી શકે છે 20 અબજનો દંડ