Not Set/ માવઠા બાદ રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 11.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

રાજ્યમાં એકવાર ફરી ઠંડીનાં પ્રમાણમાં ઘટાડો થયો છે. થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદનાં કારણે હવે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.

Top Stories Gujarat Others
ઠંડીનો ચમકારો
  • રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં ઘટાડો
  • માવઠા બાદ ઠંડીનું જોર વધ્યું
  • અમદાવાદમાં લઘુ.તાપમાન 20.2 ડિગ્રી
  • વડોદરામાં 18.0 ડિગ્રી લઘુ.તાપમાન
  • સુરતમાં લઘુ.21.0 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 17.0 ડિગ્રી લઘુ.તાપમાન
  • 11.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

રાજ્યમાં એકવાર ફરી ઠંડીનાં પ્રમાણમાં ઘટાડો થયો છે. થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદનાં કારણે હવે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. આ પહેલા રવિવારનાં રોજ રાજ્યમાં અનેક સ્થળોએ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતં, તેમજ સાંજ પડતાં પવનની ગતિ ઘટી જતાં Visibility માં પણ ઘટાડો થયો હતો. જો કે આજે મંગળવારે સ્થિતિ થોડી અલગ છે.

આ પણ વાંચો – ટ્રમ્પની સોશિયલ મીડિયા કંપની / ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે પોતાની સોશિયલ મીડિયા કંપની, 75 અજબ રૂપિયાની મૂડી કરી ભેગી!

આપને જણાવી દઇએ કે, રાજ્યમાંથી કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનું જોર વધ્યું છે. ડિસેમ્બરમાં હવે ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી દિવસમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. તાજેતરમાં રાજ્યનાં અલગ અલગ શહેરોનું તાપમાન પર નજર કરીએ તો- અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી, વડોદરામાં 18.0 ડિગ્રી, સુરતમાં 21.0 ડિગ્રી, રાજકોટમાં 17.0 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે 11.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુગાર રહ્યુ છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી દિવસોમાં લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે. ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવતા પહેલા ઠંડા પવનનાં કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે ત્યારે સમગ્ર ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થશે .જેને લઇને આગામી દિવસમાં ઠંડી પડશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…