New Delhi/ લાલુપ્રસાદ યાદવની હાલત ગંભીર, દિલ્હી એઈમ્સમાં કરાયા દાખલ

ઘાસચારા કૌભાંડ કેસમાં દોષિત આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવને રાંચીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત વધુ ગંભીર થતા. શનિવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા,

Top Stories India
a 363 લાલુપ્રસાદ યાદવની હાલત ગંભીર, દિલ્હી એઈમ્સમાં કરાયા દાખલ

ઘાસચારા કૌભાંડ કેસમાં દોષિત આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવને રાંચીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત વધુ ગંભીર થતા. શનિવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. લાલુ યાદવને એર એમ્બ્યુલન્સ દ્વારા રાંચીથી  દિલ્હી એઇમ્સમાં લાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન તેઓની સાથે  બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને તેમની પત્ની રાબરી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સાથે પણ હાજર રહ્યા હતા.

દિલ્હીના એક અધિકારીએ જણાવ્યું કે, તેમને એઈમ્સના કાર્ડિયોથોરેસિક સેન્ટરના કોરોનરી કેર યુનિટ (સીસીયુ) માં દાખલ કરવામાં આવ્યા છે. ”ઘાસચારા કૌભાંડના કેસમાં જેલની સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ (71), રાંચીની રાજધાની રાંચેન્દ્રના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ) ની વિવિધ રોગોની સારવાર ચાલી રહી હતી.

રિમ્સના ડિરેક્ટર ડો. કમલેશ્વર પ્રસાદે અગાઉ કહ્યું કે, લાલુ પ્રસાદને છેલ્લા બે દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. શુક્રવારે તે ન્યુમોનિયાથી પીડિત જોવા મળ્યો હતો. તેમની વયને ધ્યાનમાં રાખીને, અમે તેમને ડોકટરોની સલાહ પર સારી સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં મોકલવાનું નક્કી કર્યું છે.

નોંધનીય છે કે લાલુપ્રસાદ યાદવ ઘણા સમયથી ફેફસાના ચેપ અને કિડનીની સમસ્યાઓથી પીડિત હતા અને ગુરુવારની રાતથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જે બાદ તેમને ડોકટરોની દેખરેખ હેઠળ રિમ્સ રાંચીમાં રાખવામાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો