Not Set/ બજરંગ દળઅને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ચર્ચમાં પ્રવેશીને ગાયા ભજન

વીડિયોમાં બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકો હુબલીના બૈરીદેવરકોપ્પા ચર્ચમાં ભજન ગાઈ રહ્યા છે, આ કિસ્સામાં, બજરંગ દળના કાર્યકરોનો આરોપ છે કે ચર્ચના પૂજારી સોમુ બળજબરીથી ધર્માંતરણ કરાવી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ

Top Stories India
church બજરંગ દળઅને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ચર્ચમાં પ્રવેશીને ગાયા ભજન

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ રવિવારે સવારે કર્ણાટકના હુબલીમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો અને બળજબરીથી ધર્મપરિવર્તનનો આરોપ લગાવતા ભજન ગાયા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ અને પુરુષો સવારે 11 વાગ્યાની આસપાસ હુબલ્લીના બારીદેવરકોપ્પા ચર્ચની અંદર હાથ જોડીને સ્તોત્રો ગાતા જોવા મળે છે. આ ઘટના બાદ સ્થાનિક ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડે ચર્ચ પાદરી સોમુ અવરાધીની ધરપકડ કરવાની માંગણી કરી હાઇવે બ્લોક કર્યો હતો.

કર્ણાટકના હુબલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકો હુબલીના બૈરીદેવરકોપ્પા ચર્ચમાં ભજન ગાઈ રહ્યા છે. આ કિસ્સામાં, બજરંગ દળના કાર્યકરોનો આરોપ છે કે ચર્ચના પૂજારી સોમુ બળજબરીથી ધર્માંતરણ કરાવી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. જ્યારે બીજા પક્ષનો આરોપ છે કે તમામ આરોપો પાયાવિહોણા છે.  બજરંગ દળના લોકો બળજબરીથી ચર્ચમાં ઘૂસ્યા અને અમારા લોકોને માર માર્યો.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે આ ઘટના બાદ પાદરી સોમુ અને તેમના કેટલાક સહયોગીઓને નાની -મોટી ઈજાઓ થઈ હતી. માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વધુમાં સુત્રોએ જણાવ્યું હતુ કે,  પાદરી અને કેટલાક લોકો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે ચર્ચના અધિકારીઓએ કહ્યું કે તેઓએ સોમવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. હવે આ કેસમાં પાદરી સોમુની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ચર્ચ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

બજરંગ દળના રાજ્ય કન્વીનર રઘુ સકલેશપોરાએ જણાવ્યું હતું કે, “વિશ્વનાથ નામના વ્યક્તિને ધર્મપરિવર્તન માટે ચર્ચમાં લઈ જવામાં આવ્યો હતો. તે પોલીસ સ્ટેશન ગયો અને પાદરી સોમુ અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી. તે પછી અમારા સભ્યો ચર્ચની અંદર ભેગા થયા. ” કન્વીનરનું કહેવું છે કે અમે કંઈ ખોટું કર્યું નથી. જો કે, ચર્ચના અધિકારીઓએ તેમના દ્વારા ધર્માંતરણના કોઈપણ પ્રયાસોને નકાર્યા છે.