મહારાષ્ટ્ર/ નવાબ મલિકની ધરપકડ બાદ કેન્દ્ર સરકારનો વિરોધ, મંત્રીઓ ઉતર્યા ધરણા પર

EDએ મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ અઘાડી સરકારના મંત્રીઓ આજે મુંબઈમાં ધરણા પર બેઠા છે.

Top Stories India
mumbai

EDએ મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ અઘાડી સરકારના મંત્રીઓ આજે મુંબઈમાં ધરણા પર બેઠા છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે મોડી સાંજે મુખ્યમંત્રી આવાસ પર શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મંત્રીઓની બેઠક મળી હતી, જેમાં નવાબ મલિક સામેની કાર્યવાહીને અયોગ્ય ઠેરવતા કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:રશિયન હુમલા વચ્ચે જીવ બચાવીને ભાગી રહેલા યુક્રેનના લોકો, આ તસવીરો છે વિનાશનો પુરાવો

મુંબઈમાં અઘાડી સરકારના ટોચના પ્રધાનો સવારે ધરણા પર બેઠેલા જોવા મળ્યા હતા, જેમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર, દિલીપ વાલસે પાટીલ, બાલસાહેબ થોરાત, અસલમ શેખ જેવા વરિષ્ઠ પ્રધાનો સામેલ હતા. આ દરમિયાન તેમને બોલાવ્યા વિના કસ્ટડીમાં લેવા અને ખોટા આરોપો લગાવવા એ ખોટું છે, જેનો અમે બધા વિરોધ કરી રહ્યા છીએ શેખે વધુમાં કહ્યું કે અમે કેન્દ્ર સરકારને આ જ કહેવા માંગીએ છીએ, તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરી રહ્યા છે, પરંતુ તેની હવે તેમની તાનાશાહી નહીં ચાલે, સાથે મળીને અમે તેને જવાબ આપીશું.

આપને જણાવી દઈએ કે, સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ વચ્ચે લેવડદેવડ થઈ હોવાના કેટલાક મહત્વના પુરાવાઓમાંથી માહિતી મળી છે. આ પહેલા તપાસ એજન્સીની ટીમે NCP નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવાબ મલિકની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ચાર મહિનામાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા મલિક NCPના બીજા વરિષ્ઠ નેતા છે.

આ પણ વાંચો:રાજ્યમાં ખાદ્યતેલના સંગ્રહખોરી પર પ્રતિબંધ, નિયત કરતા વધુ સ્ટોક હશે તો….

આ પણ વાંચો:બંગાળના રાજ્યપાલ ધનખરે બપોરે 2 વાગ્યે રાજ્ય વિધાનસભાની બેઠક બોલાવી? સ્પીકરે કહ્યું, કોઈ ભૂલ થઈ હશે