રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ મામલે આજે થયેલી સુપ્રિમ સુનવણીમાં ત્રણ સભ્યોની બનેલી મધ્યસ્થ સમિતિએ વધુ સમય માંગતા વિવાદનાં ઉકેલને હજુ સમય લાગશે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ એસએ બોડલે, ડી વાય. ચંદ્રચુદ, અશોક ભૂષણ અને એસ અબ્દુલ નઝિર વાલીની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ દ્વારા પૂર્વ જસ્ટીસ એફએમઆઈ કલિફુલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સન્સ્થાપક શ્રી શ્રી રવિ શંકર અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પાંચુ ની મધ્યસ્થી સમિતિ દ્વારા સીલવાળા પરબિડીયામાં પોતાનો પ્રથમિક અહેવાલ કોર્ટને સોંપ્યો હતો અને આ મામલે સર્વસંમત્તિ સાધવા માટે વધુ સમયની માંગ કરતા સુપ્રિમ કોર્ટે 15 ઓગષ્ટ સુધીનો સમય આપ્યો છે.
આપને જણાવી દઇએ કે, પહેલી સુનાવણી શુક્રવારે 8 મી માર્ચના સુપ્રીમ કોર્ટના આદેશ પછી યોજાઇ હતી. 8 માર્ચે, અદાલતે કહ્યું હતું કે મધ્યસ્થી પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થશે અને સમિતિ ચાર અઠવાડિયામાં પ્રગતિ અહેવાલ રજૂ કરશે.
શરૂઆતમાં, નિર્મોહો અખાડા અને ઉત્તર પ્રદેશ સરકાર છોડીને, હિન્દુ સંસ્થાઓએ કોર્ટના સૂચનનો વિરોધ કર્યો. મુસ્લિમ સંસ્થાઓએ આ દરખાસ્તને ટેકો આપ્યો હતો. હિન્દુ સંસ્થાઓએ એવી દલીલ કરી હતી કે કરારની પહેલાંના પ્રયત્નો અસફળ રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સુચના આપી હતી કે મધ્યસ્થી કાર્યવાહી “અત્યંત ગોપનીયતા” સાથે કરવી જોઈએ અને મધ્યસ્થી સહિત કોઈપણ પક્ષ દ્વારા વ્યક્ત કરેલા વિચારોને ગુપ્ત રાખવું જોઈએ અને કોઈ અન્ય વ્યક્તિને જાહેર કરવું જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટે અયોધ્યાથી આશરે 7 કિ.મી. દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થીની જગ્યા નક્કી કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે દ્રારા મધ્યસ્થને રહેવાની જગ્યાઓ, તેમની સલામતી અને મુસાફરીના સ્થળ સહિતની બધી ગોઠવણની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કાર્યવાહી તાત્કાલિક શરૂ થઈ શકે.
વર્ષ 2010 માં,અલ્હાબાદ હાઈકોર્ટે તેના નિર્ણયમાં અયોધ્યામાં 2.77 એકરની વિવાદાસ્પદ જમીનમાં ત્રણ પક્ષો વચ્ચે સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે વહેંચી હતી. અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 14 અપીલ દાખલ કરવામાં આવી છે. હાલ મળેલ 15 ઓગષ્ટ સુધીનાં સમયમાં મધ્યસ્થ સમિતિ સર્વસંમત્તિ સંધાય તેવો પ્રયત્ન કરી રહી છે.