Not Set/ જેલમાં થયુ બાબનું નામકરણ, ઓળખાશે હવે કેદી નંબર-1997થી.

            ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમનો હવે જેલમાં સંતસંગ કરવાનો વારો આવ્યો છે.ત્યારે જેલમાં તેમનું નામકરણ કરાયુ હતું જેમાં ગુરમીત રામ રહીમ પ્રમુખ કે બાબાજી તરીકે નહીં પરંતુ કેદી નંબર 1997થી ઓળખાશે. જેલ અધિકારીઓએ પ્રમાણે જેલની એકમાત્ર અપ્રુવલ સેલમાં 12 કેદીઓને રાખવાની ક્ષમતા છે પરંતુ ફક્ત ડેરા પ્રમુખને  જ આ સેલમાં રાખવામાં આવ્યાં […]

India
ram rahim 7596 જેલમાં થયુ બાબનું નામકરણ, ઓળખાશે હવે કેદી નંબર-1997થી.

            ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમનો હવે જેલમાં સંતસંગ કરવાનો વારો આવ્યો છે.ત્યારે જેલમાં તેમનું નામકરણ કરાયુ હતું જેમાં ગુરમીત રામ રહીમ પ્રમુખ કે બાબાજી તરીકે નહીં પરંતુ કેદી નંબર 1997થી ઓળખાશે. જેલ અધિકારીઓએ પ્રમાણે જેલની એકમાત્ર અપ્રુવલ સેલમાં 12 કેદીઓને રાખવાની ક્ષમતા છે પરંતુ ફક્ત ડેરા પ્રમુખને  જ આ સેલમાં રાખવામાં આવ્યાં છે.રહીમ વર્ષ 2002ના બળાત્કાર મામલામાં દોષી જાહેર થયાં બાદ રોહતકની સુનારિયા જેલની અપ્રુવલ સેલમાં બંધ છે. જ્યાં તેઓ કેદી નંબર 1997ની નવી ઓળખ સાથે જેલવાસ ભોગવશે .

રહીમે જેલમાં અડધી રાત સુધી તેના સેલમાં આંટા માર્યા હતા.જેને ભોજનમાં એક વાડકી દાળ, બે રોટલી અને મિક્સ અથાણું આપવામાં આવ્યું હતું.જેલ અધિકારીએ વધુ જણાવ્યુ કે “ પંચકૂલાથી જેલમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓ ભારે બેચેની અનુભવતા હતા. જે બાદ ફરિયાદ કરતાં ડોકટરોએ તેમને તપાસ્યા હતા પરંતુ તેઓ સ્વસ્થ હોવાનું તબીબોએ નિદાન કર્યુ હતું”. હરિયાણાના DGPએ કહ્યું કે, “ડેરા પ્રમુખને કોઈ વિશેષ સુવિધા આપવામાં નથી આવી રહી. ડેરા પ્રમુખની બેરેકની પાસે તેની પ્રવૃતિઓ પર નજર રાખવા ચાર અધિકારીઓ ડ્યૂટી પર છે ઉપરાંત રહીમ સાથે સામાન્ય કેદી જેવો જ વ્યવહાર કરવામાં આવે છે. એક સામાન્ય કેદી જમીન પર સુવે છે અને તેને પણ તે રીતે જ જમીન પર સુવડાવવામાં આવે છે.”

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુરમીત રામ રહીમને જેલની અંદર જ સજા  સંભળાવવામાં આવશે. CBI કોર્ટના જજ જેલમાં જઈ તેની સજાનું એલાન કરશે.રહીમને 7 વર્ષની સજા થાય તેવું માનવામાં આવી રહ્યું છે