Bihar Election/ દિગ્ગજોને ટાટા-બાયબાય કહી, NDAએ નવા ચહેર પર રમ્યો છે આવો જૂગાર…

બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 નો પ્રથમ તબક્કો NDA ઘટ માટે વિશેષ મહત્વનો છે. તેનું કારણ એ છે કે, એનડીએનાં ચાર પક્ષો જેડીયુ, ભાજપ, હમ અને વીઆઇપીએ સારી અને મોટી સંખ્યામાં નવા લડવૈયાઓને મેદાનમાં ઉતાર્યા છે. જૂની અને પીઢ નેતાઓની ટિકિટ કાપીને આ વખતે ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં એનડીએનાં જોડાણ અંતર્ગત […]

Top Stories India
bihar3 દિગ્ગજોને ટાટા-બાયબાય કહી, NDAએ નવા ચહેર પર રમ્યો છે આવો જૂગાર...

બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 નો પ્રથમ તબક્કો NDA ઘટ માટે વિશેષ મહત્વનો છે. તેનું કારણ એ છે કે, એનડીએનાં ચાર પક્ષો જેડીયુ, ભાજપ, હમ અને વીઆઇપીએ સારી અને મોટી સંખ્યામાં નવા લડવૈયાઓને મેદાનમાં ઉતાર્યા છે. જૂની અને પીઢ નેતાઓની ટિકિટ કાપીને આ વખતે ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં એનડીએનાં જોડાણ અંતર્ગત જેડીયુએને 35, ભાજપને 29, એચએએમ 6 અને વીઆઇપીને માત્ર 1 બેઠક મળી છે. આ ચારેય પક્ષના ઉમેદવારોની વાત કરીએ તો 71 બેઠકોમાંથી 21 બેઠકો પર નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે, જે પહેલીવાર મેદાનમાં છે. 28 ઓક્ટોબરે પ્રથમ ચરણનાં મતદાનનાં દિવસે એનડીએનાં આ તમામ નવા ચહેરાઓ ની દિલની ધડકન તેજ જોવામાં આવશે સાથે પક્ષોની પણ આ બેઠકો પર વિશેષ નજર રહેશે.

bihar2 દિગ્ગજોને ટાટા-બાયબાય કહી, NDAએ નવા ચહેર પર રમ્યો છે આવો જૂગાર...

કહાલગાંવના ભાજપના પવન કુમાર, બિક્રમથી અતુલ કુમાર, તારારીથી કૌશલ કુમાર સિંહ, બક્સરથી પરશુરામ ચતુર્વેદી, અરવાલથી દીપક શર્મા અને જમુઇ બેઠક પરથી આંતરરાષ્ટ્રીય શૂટર શ્રેયાસી સિંહ પ્રથમ વખત મેદાનમાં છે. ભાજપના પ્રતીક ઉપર વિધાનસભાની લડાઇમાં બે જૂના લડવૈયાઓ પણ પ્રથમ વખત ઉતર્યા છે. પૂર્વ સાંસદ હરિ માંઝી પ્રથમ વખત બોધ ગયાથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે પૂર્વ પ્રધાન રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ પહેલીવાર આરા માટે ભાજપના ઉમેદવાર છે.

PHOTOS: PM Modi & Nitish Kumar's Joint Rally in Muzaffarpur - Photogallery

જેડીયુએ તેની 115 બેઠકોમાંથી 27 બેઠકો પર નવા ઉમેદવારોને તક આપી છે. પ્રથમ તબક્કામાં આમાંથી મહત્તમ 11 મેદાનમાં છે. તેમાંથી સુલતાગંજનાં પ્રો.લલિત મંડળ, અમરપુરથી જયંત રાજ, જગદીશપુરથી સુષ્મલતા કુશવાહા, ડુમરાંથી અંજુમ આરા, નોખાથી નાગેન્દ્ર ચંદ્રવંશી, મોકામાથી રાજીવ લોચન પ્રસાદ, અટારીથી મનોરમા દેવી, ચકાયથી સંજય પ્રસાદ અને બેલ્હારથી મનોજ યાદવ, મનોરમાથી સંજય અને એમએલસીથી મનોજ મેદાનમાં છે અને તેઓ પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. આરજેડીથી જેડીયુ અને લખીસરાય અને સૂર્યગોડા બેઠક પરથી વિજેન્દ્રપ્રસાદ, સંદેશથી લડનારા રામાનંદ મંડળનું ભાગ્ય પણ આ તબક્કે નક્કી થવાનું છે. નૂતન પાસવાન પણ પ્રથમ વખત જેડીયુની ટિકિટ પરથી મસોઢીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. 

Nitish Kumar suitable to replace Narendra Modi as Prime Minister: KC Tyagi  | India.com

ડુમરાંથી જેડીયુએ સિટીંગ ધારાસભ્ય દાદન પહેલવાન અને જગદીશપુરના મજબુત નેતા શ્રી ભગવાનસિંહ કુશવાહની ટીકીટો કાપવામાં આવી છે. બંને કપાયેલા ઉમેદવારો મેદાનમાં ઉતરીને જેડીયુના ઉમેદવારો સમક્ષ પડકાર રજૂ કરી રહ્યા છે. બીજી તરફ, પ્રથમ તબક્કામાં કુટુમ્બા બેઠક પરથી શ્રવણ ભુયાન અને સિકંદ્રા બેઠક પરથી પ્રલ માંઝી, જ્યારે બ્રહ્મપુરથી વીઆઇપીનાં જયરામ ચૌધરી પ્રથમ વખત ચૂંટણી લડશે.