PM Modi/ PM મોદીને મોટી ભેટ, 9 કરોડના ખર્ચે દ્વારકા એક્સપ્રેસ વે પ્રથમ એલિવેટેડ રોડ બનશે, જાણો આ પ્રોજેક્ટની ખાસિયતો

PM મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. દ્વારકા એક્સપ્રેસ વે આ પ્રકારનો પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે જે નવ હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2024 03 11T162625.601 PM મોદીને મોટી ભેટ, 9 કરોડના ખર્ચે દ્વારકા એક્સપ્રેસ વે પ્રથમ એલિવેટેડ રોડ બનશે, જાણો આ પ્રોજેક્ટની ખાસિયતો

PM મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. દ્વારકા એક્સપ્રેસ વે આ પ્રકારનો પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે જે નવ હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ વે હરિયાણા સહિત દેશના અન્યભાગોમાંથી પણ પસાર થશે. આ એલિવિટેડ રોડ કુલ 29.5 કિમી એક્સપ્રેસ વેમાંથી 19 કિમી ગુરુગ્રામમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે, NHAI અધિકારીઓ સુધારણા અને બ્યુટિફિકેશનના કામમાં વ્યસ્ત છે. તે જ સમયે, દિલ્હીમાં લગભગ નવ કિલોમીટરનું પેચ વર્ક જૂન મહિના સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ 16 લેન એક્સપ્રેસ વે પર 34 ટોલ ગેટ બનાવવામાં આવ્યા છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે અહીંથી પસાર થતા ટ્રાફિકમાં કોઈ અડચણ ન આવે. સાથે જ આ એક્સપ્રેસ વે પરનો સર્વિસ રોડ પણ ફોર લેનનો છે. PM મોદીએ હરિયાણાના ગુરુગ્રામમાં ખેડકી દૌલા ટોલ પ્લાઝા નજીકથી દિલ્હીના મહિપાલપુર તરફ આવતા દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું.

પ્રોજેક્ટની વિશેષતા
દ્રારકાના 8 લેન એક્સેસ એલિવેટડ વે દુનિયાની અન્ય અજાયબીમાંઓના એક ગણાશે. આ એક્સપ્રેસ વે બુર્જ ખલીફા અને એફિલ ટાવર જેવી દુનિયાની અજાયબીઓમાં સ્થાન પામનાર બની રહેશે. આ એક્સપ્રેસ વે ની ખાસિયત છે કે તેમાં એફિલ ટાવરના નિર્માણ કરતા 30 ગણો વધારે બે લાખ MT સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ બુર્જ ખલીફા કરતાં છ ગણા વધુ 20 લાખ કમ ક્રોંકિટનો ઉપયોગ કરાતા આ પ્રોજેક્ટ અનેક રીતે વિશેષ બનશે.

દ્વારકા એક્સપ્રેસ વેઃ દિલ્હીથી ગુરુગ્રામ જતા લોકોને મળશે જામમાંથી રાહત, PM  મોદી આજે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. - Dwarka Expressway: People  ...

આ એક્સપ્રેસ વે હરિયાણાના કેટલાક ભાગોમાંથી પસાર થશે. દેશમાં તેના પ્રકારનો પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે અંદાજે રૂ. 9000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેની પાસે 9 કિલોમીટર લાંબો, 34 મીટર પહોળો એલિવેટેડ રોડ છે જેમાં સિંગલ પિલર પર આઠ લેન છે, જે દેશમાં તેના પ્રકારનો પ્રથમ એલિવેટેડ રોડ છે. હરિયાણામાં, આ એક્સપ્રેસ વે પટૌડી રોડ પર હરસરુ પાસે (SH-26) અને ફારુખનગર (SH-15A)માં બસાઈ નજીક મળશે. આ ઉપરાંત તે ગુરુગ્રામના સેક્ટર-88 (બી) નજીક અને ભરથલ ખાતે દિલ્હી-રેવાડી રેલ્વે લાઇનને પણ પાર કરશે. એક્સપ્રેસ વે સેક્ટર 88, 83, 84, 99, 113ને દ્વારકા સેક્ટર-21 સાથે ગુરુગ્રામ જિલ્લામાં સૂચિત ગ્લોબલ સિટી સાથે જોડશે.

એક્સપ્રેસ વે ચાર ભાગમાં વહેંચાયેલો છે. જેમાં પહેલો ભાગ મહિપાલપુર નજીકની શિવ મૂર્તિથી દ્વારકા સુધી જોડાય છે.બીજો ભાગ દ્વારકા અર્બન એક્સટેન્શન રોડ (UER)થી બજઘેરા સુધી જોડાય છે. ત્રીજો ભાગ બજઘેરાથી બસાઈ રેલ ઓવરબ્રિજ (દિલ્હી-હરિયાણા બોર્ડર) સુધીનો છે. ચોથો ભાગ બસાઈ આરઓબીથી ખેરકી દૌલા સુધીનો છે. તેમાં ગુરુગ્રામમાં આવતા હાઇવેના ભાગ પર ક્લોવરલીફ ઇન્ટરચેન્જનો સમાવેશ થાય છે, તે ખેરકી દૌલા નજીક દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે (NH-48) અને સધર્ન પેરિફેરલ રોડ (SPR) ને જોડશે.

ટ્રાફિકજામ સમસ્યા દૂર થશે

દ્વારકા એક્સપ્રેસ વે દિલ્હી-ગુરુગ્રામના હાઈવેના ટ્રાફિક જામમાંથી રાહત આપશે. ટ્રાફિકનું દબાણ ઓછું કરવા માટે, દ્વારકા એક્સપ્રેસવે દિલ્હીના મહિપાલપુરમાં શિવમૂર્તિની સામેથી ગુરુગ્રામમાં ખેડીકીદૌલા ટોલ પ્લાઝાની નજીક સુધી બનાવવામાં આવી રહ્યો છે . તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે જેથી બાંધકામ વધુ સારી રીતે થઈ શકે.

દિલ્હી અને એરપોર્ટને સારી કનેક્ટિવિટી મળશે.દ્વારકા એક્સપ્રેસ વેની લંબાઈ હરિયાણા ભાગમાં 18.9 કિલોમીટર અને દિલ્હી ભાગમાં 10.1 કિલોમીટર છે. ખાસ વાત એ છે કે ફ્લાયઓવરની ઉપર ટનલ, અંડરપાસ, અને ફ્લાયઓવર હશે. ગુરુગ્રામ અને દિલ્હીના IGI એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી વધુ સારી રહેશે. તેમજ ગુરુગ્રામ અને NCR પ્રદેશને સીધો લાભ મળશે. નવા સેક્ટરમાં રહેતા લોકોને પણ આ એક્સપ્રેસ વેથી ફાયદો થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Guj-Board Exam/આજથી ગુજરાત બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સફળતા માટે પાઠવી શુભેચ્છા, પોલીસ આપશે વિદ્યાર્થીઓને સુવિધા

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો: Junagadh/જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો, દારૂ સાથે રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે