election 2024/ સૌરાષ્ટ્રમાં ભાજપના ઉમેદવાર સામે જયેશ રાદડિયાએ ભર્યું ફોર્મ

અમિત શાહના ખાસ બિપીન ગોતાના નામનો મેન્ડેટ જાહેર કરી રાદડીયાને કરી ચેલેન્જ

Top Stories Gujarat
Beginners guide to 2024 04 27T190301.823 સૌરાષ્ટ્રમાં ભાજપના ઉમેદવાર સામે જયેશ રાદડિયાએ ભર્યું ફોર્મ

Gujarat News : ક્ષત્રિયોના વિવાદો વચ્ચે વિરોધનો સામનો કરી રહેલા ભાજપે હવે જયેશ રાદડીયાને સાઈડલાઈન કરતા રાજકારણ ગરમાયું છે.રાદડીયાનો સૌરાષ્ટ્રમાં જહરજસ્ત પ્રભાવ છે. તેમછતા ભાજપે તેમને લોકસભાની ટિકીટ તો ન આપી  પરંતુ જ્યાં તે બિનહરીફ  ડિરેક્ટર છે ત્યાં અમિત સાહના ખાસ ગણાતા બિપીન પટેલ ઉર્ફે બિપીન ગોતાના નામનો મેન્ડેટ જાહેર કરીને રાદડીયાને ભાજપે ચેલેન્જ કરી છે.

બીજીતરફ રાદડીયા લોકસભાની પોરબંદર સીટ પર મનસુખ માંડવીયાને જીતાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમને આ સીટ પર ટીકિટ મળવાની આશા હતી. પરંતુ રાદડીયાને ભાજપે ગુજરાતના મંત્રીમંડળમાંથી બાકાત કર્યા બાદ લોકસભામાં પણ સાઈડલાઈન કરી દીધા હતા. હવે તેમનું ઈફકોમાંથી પત્તુ કાપવાની વેતરણ ચાલી રહી છે.

દરમિયાન આજે અમિત શાહ પોરબંદરમાં જ છે અને રાદડીયા અમિત શાહ સાતે સ્ટેજ ઉપર બેઠા છે. જોકે રાદડીયાએ જાહેરમાં નારાજગી જાહેર નથી કરી પરંતુ ભાજપના મેન્ડેટ છત્તા રાદડીયાએ ઉમેદવારી ફોર્મ ભરી દઈને ભાજપ સામે સીધો વિરોધ નોંધાવ્યો છે.

અમિત શાહે સ્ટેજ પર જયેશા રાદડીયાના વખાણ કર્યા પરતું ઈફકોમાં બિપીન ગોતાને ગોઠાવવાનું આયોજન પણ કરી લીધું છે. ભાજપના મેન્ડેટ છત્તા રાદડીયાએ ફોર્મ ભરી દેતા સ્પ,ઠ થઈ ગયું છે કે રાદડીયા મેન્ડેટનો ઈન્કાર કરીને પણ ચૂંટણી લડી શકે છે. ઈફ્કોની ચૂંટણી ન મેના રોજ છે જ્યારે લોકસભાની ચૂંટણી 7 મેના રોજ છે. રાદડીયાની નારાજગી ભાજપને ભારે પડી શકે છે.

બીજીતરફ 2 દિવસ પહેલા ખોડલધામના નરેશ પટેલે 4 લેઉઆ પટેલને ટિકીટ આપવા બદલ કોંગ્રેસનો આભાર માન્યો હતો. નરેશ પટેલ અને રાદડીયા લેઉઆ પટેલ છે. જો લેઉઆ પાટીદાર સમાજ પર તેની અસર પડે તો ભાજપના સમીકરણો બદલાઈ શકે છે. વિઠ્ઠલ રાદડીયા વર્ષો સુધી રાજકોટ જીલ્લા બેન્કના ચેરમેન તરીકે રહ્યા હતા. પરંતુ તેમના અવસાન બાદ તેમના પુત્ર અને પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા ચેરમેન બન્યા હતા. વિઠ્ઠલભાઈ પોરબંદરમાંથી પાંચ વખત ધારાસભ્ય અને 3 વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા.  તેમના અવસાન બાદ પુત્ર જયેશ રાદડીયા પિતાનો વારસો સંભાળે છે અને રાજકોટમાં અલગ દરજ્જો ઊભો કર્યો છે.

બીજીતરફ ઈફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાનું માનતા જયેશ રાદડીયાએ મોવડીઓની ઉપરવટ જઈને ફોર્મ ભર્યું છે. ભાજપના પ્રાદેશિક વડા સી આર પાટીલે બિપીન પટેલના પક્ષના માન્યતા પ્રાપ્ત ઉમેદવાર તરીકે જાહેર કરીને મેન્ડેટ ઈશ્યુ કરાયો ચે. પાટીલ ગુજરાતની 95 ટકાથી વધુ સહકારી સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાવવામાં સફળ થયા છે.

ગુજરાતના દરેક જીલ્લા અને શહેર પ્રમુખને મેન્ડેટની કોપી મોકલીને અને ફોન દ્વારા સંદેશ પાઠવીને જાણ કરી દેવાઈ ચે. ગુજરાતના તમામ 181 મત બિપીન પટેલની તરફેણમાં  પડે તેની કાળજી રાખવાની સુચના પણ આપી દેવાઈ છે. રાદડયાને આ મેન્ડેટ અંગે જાણ કરવા છતા તેમણે મેન્ડેટ વિરૂધ્ધ જઈને ફોર્મ ભર્યું છે. જેને કારણે પક્ષની નારાજગી વધી છે.

જેને પગલે રાજકોટ જીલ્લા સહકારી બેન્કના તેમના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતી સહિતના મુદ્દાઓ પરની તપાસ ચાલુ કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી ટાણે ભાજપ પરિવારવાદનો સખત વિરોધ નોંધાવી રહ્યો ચે. રાદડીયાના ફોર્મમાં ટેકેદાર કે સમર્તક તરીકે સહી કરનાર વિરૂધ્ધ પણ ભાજપ તરફતી પગલા લેવાય તો નવાઈ પામવા જેવું નહી હોય.



આ પણ વાંચો:રાજ્યમાં લિફ્ટમાં ખામી સર્જાતા બન્યા બે અકસ્માતો, સુરતમાં લિફ્ટ પડતા 4 લોકો ફસાયા અને જામનગરના 1 સગીરનું થયું મોત

આ પણ વાંચો:હવે ભાજપના NRI પણ કરશે શક્તિ પ્રદર્શન, પીએમ મોદીના સમર્થનમાં અમદાવાદથી સુરતની કાર રેલી કાઢશે?

આ પણ વાંચો:ખાનગી શાળાઓ સામે ડીઇઓની લાલ આંખ,  FRCનો ચાર્ટ બોર્ડ પર મૂકે

આ પણ વાંચો:મોરબી બ્રીજ કેસમાં ઓરેવા ગ્રુપના પ્રયાસો સામે હાઇકોર્ટનો અસંતોષ