અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ડીઇઓ (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)એ લાલ આંખ કરી છે. ડીઇઓને ફરિયાદ મળી છે કે અમુક સ્વનિર્ભર શાળાઓ એફઆરસીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ રીતે સ્વનિર્ભર શાળાઓ મનમાની કરી રહી હોવાની વાત પણ ઉઠી છે.
અમદાવાદ શહેરના ડીઇઓએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાને પત્ર લખ્યો છે. એફઆરસીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે. આના પગલે અમદાવાદના ડીઇઓએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં એફઆરસીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે.
તેની સાથે જ ડીઇઓએ એકસાથે આખા વર્ષની સ્કૂલ ફી ઉઘરાવતી સ્કૂલો સામે ફરિયાદ કરવાનું પણ સૂચન કર્યુ છે. એફઆરસીના પગલે જે શાળા ફી ચાર્ટ નોટિસબોર્ડ પર નહીં રાખે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અહીં ડીઇઓને ફરિયાદ મળી છે કે કેટલીક શાળાઓ વિદ્યાર્થીના માબાપને વાર્ષિક ફી ભરવા માટે દબાણ કરે છે જેને લઈને ડીઇઓએ ફરિયાદ કરવા સૂચન કર્યુ છે.
આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..
આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન
આ પણ વાંચો:છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા
આ પણ વાંચો:કાંકરીયા તળાવમાં બંધ થયેલ વોટર એક્ટિવિટી આજથી શરૂ, 1 જ દિવસમાં બદલાયો નિર્ણય, જાણો કેમ