New Delhi News : આરબીઆઈએ એનબીએફસીને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે અને કહ્યુ છે કે નિયમો અનુસાર, 20 હજાર રૂપિયાથી વધુની રોકડ લોન કોઈપણ ગ્રાહકને વહેંચી શકાતી નથી.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) માટે કડક સૂચનાઓ જારી કરી છે, જે મુજબ કોઈપણ NBFC ગ્રાહકોને 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન આપી શકશે નહીં. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 269SS હેઠળ, કોઈપણ વ્યક્તિને 20 હજાર રૂપિયાથી વધુની રોકડ રકમ લોન તરીકે મેળવવાની મંજૂરી નથી.
રોઇટર્સનો રિપોર્ટ કહે છે કે આરબીઆઈ હવે આ નિયમને વધુ કડક બનાવવા માંગે છે, જેથી એનબીએફસી કંપનીઓને જોખમનો સામનો ન કરવો પડે અને નિયમોની અવગણના ન થાય. આરબીઆઈએ આ સૂચના એવા સમયે જારી કરી છે જ્યારે એનબીએફસી કંપની IIFL ફાઈનાન્સ પર ઘણા નિયમો તોડવાનો આરોપ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલીક કંપનીઓએ કાયદા દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રોકડમાં લોન આપી હતી અને વસૂલ કરી હતી.
RBIએ NBFCને પત્ર લખીને કહ્યું છે કે નિયમો અનુસાર કોઈપણ ગ્રાહકને 20 હજાર રૂપિયાથી વધુની રોકડ લોન આપી શકાતી નથી. આવી સ્થિતિમાં, કોઈપણ NBFCએ લોનની રકમ 20,000 રૂપિયાથી વધુ રોકડમાં ન આપવી જોઈએ.
RBI એ ઘણી NBCC કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કંપનીઓએ આરબીઆઈના નિયમોની અવગણના કરી હતી. વધુ રોકડ લોન આપવાના નિયમનો પણ ભંગ થયો હતો. આવી સ્થિતિમાં RBIએ NBFC ને નિયમોની યાદ અપાવીને આવા નિર્દેશ આપ્યા છે, જેથી બેદરકારી અને નિયમોની અવગણના અટકાવી શકાય.
નોંધનીય છે કે સેન્ટ્રલ બેંકે આઇઆઇએફએલ ફાઇનાન્સને લોન મેનેજમેન્ટમાં મોટી ક્ષતિઓને કારણે નવા ગ્રાહકો માટે તેની ગોલ્ડ લોન કામગીરી તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. IIFL ફાઇનાન્સની ગોલ્ડ લોન કામગીરી તેના વ્યવસાયમાં નોંધપાત્ર યોગદાન આપે છે, જે તેના વ્યવસાયનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આ ફાઇનાન્સ કંપનીએ સોનાની શુદ્ધતા અને વજનની અપૂરતી ચકાસણી, વધુ પડતી રોકડ લોન આપવી, પ્રમાણભૂત હરાજીની પ્રક્રિયાઓથી વિચલન અને ગ્રાહક ખાતાના શુલ્કમાં પારદર્શિતાનો અભાવ જેવા નિયમોની અવગણના કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન
આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન
આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન