Not Set/ “વ્યથા” : ૭૫૦ kg ડુંગળીના મળ્યા માત્ર ૧૦૬૪ રૂ., પછી.. દેશના “અન્નદાતા”એ કર્યું કઈક ખાસ

નાસિક, થોડાક દિવસ અગાઉ જ પોતાની માંગોને લઈ રાજધાની દિલ્હી પહોચેલા દેશભરના ખેડૂતોએ સરકારની નીતિઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોની સ્થિતિ હજી પણ યથાવત જોવા મળી રહી છે. આ વચ્ચે એક ખેડૂતનો કાગળ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં આ ખેડૂતે પોતાની દિશા અને દશા અંગે પોતાની વ્યથા કહી છે. આ […]

Top Stories India Trending
onion "વ્યથા" : ૭૫૦ kg ડુંગળીના મળ્યા માત્ર ૧૦૬૪ રૂ., પછી.. દેશના "અન્નદાતા"એ કર્યું કઈક ખાસ

નાસિક,

થોડાક દિવસ અગાઉ જ પોતાની માંગોને લઈ રાજધાની દિલ્હી પહોચેલા દેશભરના ખેડૂતોએ સરકારની નીતિઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોની સ્થિતિ હજી પણ યથાવત જોવા મળી રહી છે.

આ વચ્ચે એક ખેડૂતનો કાગળ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં આ ખેડૂતે પોતાની દિશા અને દશા અંગે પોતાની વ્યથા કહી છે. આ વ્યથા દ્વારા તમે જાણી શકો છો કે દેશના કરોડો લોકોનું ભરણપોષણ કરનાર “અન્નદાતા” શું હાલત છે.

એક kgનો ભાવ માત્ર ૧.૪૦ રૂપિયા

DSC 0973 810x540 "વ્યથા" : ૭૫૦ kg ડુંગળીના મળ્યા માત્ર ૧૦૬૪ રૂ., પછી.. દેશના "અન્નદાતા"એ કર્યું કઈક ખાસ
national-rs-1-064-750-kg-onion-nashik-farmer-sends-money-earned-to-pm-modi relief fund

હકીકતમાં, આ કાગળ મહારાષ્ટ્રના નાસિકના રહેવાસી સંજય સાઠે નામના એક ખેડૂતનો છે, જ્યાં તમે માર્કેટમાં એક કિલો ડુંગળી ખરીદવા માટે ૧૫ થી ૨૦ રૂપિયા આપો છો, પરંતુ આ ખેડૂતને તેની ઉપજના એક kgનો ભાવ માત્ર ૧.૪૦ રૂપિયા જ મળ્યો છે.

જો કે ત્યારબાદ આ ખેડૂતે પોતાની ઉપજના મળેલા આ ભાવનો અનોખો વિરોધનો સૂર અપનાવતા ડુંગળી વેચીને જે કિંમત મળી છે જેણે પ્રધાનમંત્રી રાહતકોષ ફંડમાં જમા કરાવી દીધી છે.

કોણ છે આ ખેડૂત ?

oniono "વ્યથા" : ૭૫૦ kg ડુંગળીના મળ્યા માત્ર ૧૦૬૪ રૂ., પછી.. દેશના "અન્નદાતા"એ કર્યું કઈક ખાસ
national-rs-1-064-750-kg-onion-nashik-farmer-sends-money-earned-to-pm-modi relief fund

આ મામલો નાસિક જિલ્લાના નિફાડનો છે અને સાથે સાથે આ ખેડૂત કોઈ સમાન્ય વ્યક્તિ નથી, પરંતુ તેઓ એ ખાસ પ્રગતિશીલ ખેડૂતોમાં શામેલ છે, જેઓને કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૦માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેના સંવાદ માટે પસંદ કરાયા હતા.

સંજય સાઠેએ આ સિઝનમાં ૭૫૦ કિલો ડુંગળીનું ઉત્પાદન કર્યું હતું અને તેને વેચવા માટે તેઓ જયારે નિફાડ માર્કેટમાં ગયા હતા. પહેલા તેઓને ૧ kg ડુંગળી માટે ૧ રૂપિયાની રજૂઆત કરાઈ હતી.

જો કે ત્યારબાદ ૧ kg ડુંગળી માટે ૧.૪૦ રૂપિયા  ભાવ નક્કી કરાયો હતો અને તેઓને માત્ર ૧૦૬૪ રૂપિયા મળ્યા હતા.

પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન કરી આ રકમ

PM national relief fund "વ્યથા" : ૭૫૦ kg ડુંગળીના મળ્યા માત્ર ૧૦૬૪ રૂ., પછી.. દેશના "અન્નદાતા"એ કર્યું કઈક ખાસ
national-rs-1-064-750-kg-onion-nashik-farmer-sends-money-earned-to-pm-modi relief fund

આ અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે, “૪ મહિનાના પરિશ્રમ બાદ મને આ કિંમત મળી છે. ત્યારબાદ હું એ ૧૦૬૪ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન કરી લીધા છે અને આ રાશિ મનીઓર્ડર કરવા માટે મને અલગથી ૫૪ રૂપિયા ખર્ચ કરવા પડ્યા છે”.

સરકારની નીતિ અંગે સંજય સાઠેએ જણાવ્યું, “હું કોઈ રાજનૈતિક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતો નથી, પરંતુ સામે આવેલી તકલીફોને લઈ સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છું”.