વરસાદ/ ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આજે રાત્રે અથવા શનિવારે વહેલી સવારે ગુજરાતમાં તે ગંભીર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

Top Stories Gujarat Others
11 12 ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

ચક્રવાત ગુલાબ બાદ હવે ચક્રવાત શાહીન પણ સક્રિય બની રહ્યું છે. ચક્રવાત શાહીન આજે પૂર્વોત્તર અરબી સમુદ્ર ઉપર બનવાની સંભાવના છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આજે રાત્રે અથવા શનિવારે વહેલી સવારે ગુજરાતમાં તે ગંભીર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. જો કે શાહીન ભારતીય દરિયાકાંઠાને પાર નહીં કરે, પરંતુ ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

11 13 ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

આ પણ વાંચો – Covid-19 / તહેવાર નજીક આવતા કોરોનાનાં કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત પર હવાનું ઓછું દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. વળી, વિભાગે માછીમારોને રાજ્યનાં દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે અને 3 ઓક્ટોબર સુધી તમામ માછીમારી પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનું સૂચન કર્યું છે. વિભાગે બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને આગામી બે મહિનામાં રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, ગુજરાતનાં દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરનું દબાણ ગુરુવારે રાત્રે દેવભૂમિ દ્વારકા (ગુજરાત) થી લગભગ 255 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં, કરાચી (પાકિસ્તાન) થીી 180 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ અને ચાબહાર બંદર (ઈરાન) થી 660 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં ઉંડા ડિપ્રેશનમાં ફેરવાઇ ગયુ છે. તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં અળગ સ્વરૂપ ધારણ કરે તેવી અને આગામી થોડા કલાકો દરમિયાન શાહીન ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે.

11 14 ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, સામાન્ય નાગરિકને સતત મોંધવારીનો માર

આ શાહીન વાવાઝોડું 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે એક તીવ્ર ચક્રવાતી તોફાન બની શકે છે. તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન-મકરાન કિનારે અને ભારતીય કિનારેથી દૂર જવાની ધારણા છે. રાહતની વાત છે કે આ વાવાઝોડું ભારતીય કિનારે ટકરાશે નહીં. જો કે, તેની અસર રાજ્યનાં હવામાન પર પડશે અને ત્યાં ઘણો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શાહીન વાવાઝોડું પ્રભાવિત થશે, ત્યારે પવન 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાત કિનારે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.