Not Set/ પીવી સિંધુ લડશે ચૂંટણી! જાણો કયા પક્ષ અને પદ માટે ઉતરશે મેદાનમાં

વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન સિંધુ હાલમાં બાલીમાં ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 મી  ટૂર્નામેન્ટ રમી રહી છે. એથ્લેટ્સ કમિશનની ચૂંટણી (2021 થી 2025) સ્પેનમાં 17 ડિસેમ્બર 2021ના રોજ ટોટલ એનર્જીસ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન યોજાશે.

Top Stories Sports
પીવી સિંધુ

બે વખતની  ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ 17 ડિસેમ્બરથી સ્પેનમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન BWF એથ્લીટ આયોગની ચૂંટણી લડશે. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન સિંધુ હાલમાં બાલીમાં ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 મી  ટૂર્નામેન્ટ રમી રહી છે. તે છ પોઝીશન માટે નોમિનેટ થયેલા નવ ખેલાડીઓમાંથી એક છે. એથ્લેટ્સ કમિશનની ચૂંટણી (2021 થી 2025) સ્પેનમાં 17 ડિસેમ્બર 2021ના રોજ ટોટલ એનર્જીસ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન યોજાશે.

વર્તમાન ખેલાડીઓમાંથી માત્ર પીવી સિંધુ જ ફરીથી ચૂંટણી માટે ઉભી રહેશે. તેઓ અગાઉ 2017 માં પણ ચૂંટાયા હતા. તે માટે છ મહિલા પ્રતિનિધિઓમાંની એક છે. સિંધુની સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ઈન્ડોનેશિયાની મહિલા ડબલ્સ ખેલાડી ગ્રેસિયા પોલી પણ હશે. સિંધુને મે મહિનામાં IOCના ‘બિલીવ ઇન સ્પોર્ટ્સ’ અભિયાન માટે એથ્લેટ્સ કમિશનમાં પણ પસંદગી કરવામાં આવી હતી.

પીવી સિંધુએ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. રિયો ઓલિમ્પિક 2016 સિલ્વર મેડલ વિજેતા સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સિંધુ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. તાજેતરમાં જ આ ખેલાડીને ભારતના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.

5 જુલાઈ 1995ના રોજ જન્મેલી સિંધુએ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર તે દેશની પ્રથમ શટલર પણ હતી. સિંધુને ખેલ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.