Fire In Shahibaug/ અમદાવાદમાં ઓર્ચિડ ગ્રીન બિલ્ડિંગમાં લાગેલી આગમાં યુવતીનું મોત

અમદાવાદમાં શાહીબાગ ખાતે ઓર્ચિડ ગ્રીન બિલ્ડિંગમાં સાતમા માળે આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની 11થી વધુ ટુકડીઓ આ સ્થળે પહોંચી ગઈ હતી.

Top Stories Ahmedabad
  • અમદાવાદમાં એક જ દિવસમાં આગના બે બનાવ
  • શાહીબાગમાં ઓર્ચિડ બિલ્ડિંગમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તારણ
  • બીજી આગ શહેરના સિટી સ્કવેર મોલ પાસેના મોબાઇલ ટાવરમાં લાગી

Fire in Shahibaug: અમદાવાદમાં શાહીબાગ (Fire in Shahibaug) ખાતે ઓર્ચિડ ગ્રીન બિલ્ડિંગમાં સાતમા માળે આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની 11થી વધુ ટુકડીઓ આ સ્થળે પહોંચી ગઈ હતી. આ આગમાં જીરાવાલા કુટુંબના ચાર જણા ફસાઈ ગયા હતા. તેમા તેમની 20 વર્ષીય પુત્રી પ્રાંજલ જરીવાલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી.

આ આગ શાહીબાગ ગિરધરનગર ચાર રસ્તા પાસે લાગી હતી. ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગના(Fire in Shahibaug) લીધે બિલ્ડિંગમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. આ આગમાં જરીવાલા કુટુંબની 20 વર્ષીય યુવતી પ્રાંજલ જરીવાલા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ હતી. તેનું ત્યાં ઇજાઓના લીધે મૃત્યુ થતા જરીવાલા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ફાયરબ્રિગેડે ખાસ્સી જહેમત બાદ આગ (Fire in Shahibaug)પર કાબૂ મેળવ્યો હતો. આગના પ્રાથમિક કારણોમાં જોઈએ તો ગેસ ગીઝરના લીધે શોર્ટસર્કિટ થયું હોવાનું મનાય છે. તેના લીધે આગની ઘટના બની હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે અગ્નિશામનના સાધનો હોવા છતાં પણ લોકો તેનો તાત્કાલિક ઉપયોગ કરી શક્યા ન હતા. હવે અગ્નિશામનના સાધનો ચાલુ કંડિશનમાં હતા કે નહી તેની પણ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપાલિટીવાળા ચકાસણી કરી રહ્યા છે.

આ દરમિયાન અમદાવાદમાં સીટી સ્કવેર મોલ પાસે આગની (Fire in Shahibaug)બીજી ઘટના બની છે. સીટી સ્કવેર મૌલ પાસેના મોબાઇલ ટાવરમાં અચાનક આગ લાગી છે. આ ઘટના ગોદરેજ ગાર્ડન સિટી પાસે બની છે. અગ્નિશામનની ગાડીઓ તાત્કાલિક દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નશીલ છે. અમદાવાદ શહેરના રહેણાક બિલ્ડિંગોમાં આગના વધતા જતા બનાવ ચિંતાનો વિષય બની રહ્યા છે.

આ પણ વાંચોઃ

ગુજરાતના સીએમને એબીવીપીના સીએમ બનાવી દીધાઃ એબીવીપીના કાર્યાલય મંત્રીનું પરાક્રમ

એરપોર્ટ પરના સ્વીપરની ઇમાનદારીઃ સોનાના મળેલા છ બિસ્કિટ પરત કર્યા

હર કુત્તે કા એક દિન આતા હૈ, જર્મન શેફર્ડ ડોગ ગંથર-6 4,100 કરોડની સંપત્તિનો માલિક

ઉત્તર પ્રદેશમાં ઠંડીના લીધે હૃદયરોગ અને બ્રેઇનસ્ટ્રોકથી 21ના મોત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસ આસીસ્ટન્ટના લાયક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી