HONESTY/ એરપોર્ટ પરના સ્વીપરની ઇમાનદારીઃ સોનાના મળેલા છ બિસ્કિટ પરત કર્યા

શનિવારે સવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના ટોઇલેટ ફ્લશમાંથી મળેલા સોનાના છ બિસ્કિટ ઇમાનદાર સ્વીપરે કસ્ટમ્સને સુપ્રદ કર્યા હતા. આમ તેણે તેની ફરજ ઇમાનદારીથી નીભાવી હતી. તેને મળેલા છ બિસ્કિટ 116 ગ્રામના એક એવા છ બિસ્કિટ હતા.

Top Stories Gujarat
  • સોનાના કુલ છ બિસ્કિટ સ્વીપરને મળ્યા
  • સોનાના દરેક બિસ્કિટનું વજન 116 ગ્રામ એમ કુલ 696 ગ્રામનું વજન
  • સ્વીપરે પરત કરેલા સોનાના બિસ્કિટનું મૂલ્ય 39 લાખ

Honesty: શનિવારે સવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના ટોઇલેટ ફ્લશમાંથી મળેલા સોનાના છ બિસ્કિટ ઇમાનદાર સ્વીપરે કસ્ટમ્સને સુપ્રદ કર્યા હતા. આમ તેણે તેની ફરજ ઇમાનદારીથી નીભાવી હતી. તેને મળેલા છ બિસ્કિટ 116 ગ્રામના એક એવા છ બિસ્કિટ હતા.

અમદાવાદ એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ કર્મચારીને સન્માનપત્ર આપી આ બદલ અભિવાદન કર્યુ હતુ. સવારે સફાઈ અભિયાન દરમિયાન સામાન્ય કર્મચારીને ટોઇલેટના ફ્લશમાંથી દાણચોરીના છ સોનાના બિસ્કિટ Honesty મળ્યા હતા. સ્વાભાવિક રીતે દાણચોરી દ્વારા  લાવવામાં આવેલું આ સોનુ બહાર કાઢવામાં વ્યક્તિકે પેડલર નિષ્ફળ ગયો હતો. તેથી તેણે પકડાઈ ન જવાય તે ડરે સોનાના બિસ્કિટ ફ્લશમાં સંતાડ્યા હતા. આ સિવાય તે ફરીથી પરત આવવાનો હોઈ ત્યારે લઈ જવા માટે પણ તેણે સોનાના બિસ્કિટ સંડાસના ફ્લશમાં સંતાડ્યા હતા.

સફાઈ કર્મચારી સવારે એરપોર્ટના શૌચાલયની સફાઈ કરવા ગયો ત્યારે તેને આ બિસ્કિટ Honesty મળી આવ્યા હતા. દરેક બિસ્કિટ 116 ગ્રામનું હતું અને આવા કુલ છ બિસ્કિટનું વજન 696 ગ્રામ થતુ હતુ. આ જપ્ત કરાયેલા સોનાનું મૂલ્ય 39 લાખ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

સરકારે તાજેતરમાં સોના પરની જકાતમાં વધારો કરતા ફરીથી Honesty સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીએ માઝા મૂકી છે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સોનાની દાણચોરીનું મુખ્ય કેન્દ્ર બન્યા છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ હવે રોજિંદી બની શકે છે. દરરોજે એરપોર્ટ પર લાખો લોકો આવે છે. આવી એકાદી ઘટના પક્કડમાં આવી છે. આવા તો લાખો લોકોની દરરોજે આવનજાવન હોય છે. આ સંજોગોમાં સોનાની દાણચોરી થતી રોકવી કસ્ટમ્સ માટે રોકવી લગભગ અશક્ય છે.

ભૂતપૂર્વ કસ્ટમ્સ અધિકારીઓનું કહેવું છે કે તેઓના દ્વારા જે દાણચોરીની સામગ્રી જપ્ત કરવામાં આવે છે તે તો વાસ્તવમાં પાશેરામાં પૂણી જેટલી હોય છે. તે પહેલા કેટલુંય સોનું આ રીતે દાણચોરીથી ઘૂસી ચૂક્યું હોય છે.

આ પણ વાંચોઃ

UP Cold Death/ ઉત્તર પ્રદેશમાં ઠંડીના લીધે હૃદયરોગ અને બ્રેઇનસ્ટ્રોકથી 21ના મોત

જામનગરમાં મહિલા અને તેના બાળકની હત્યા કરેલી લાશ ઝાડીઓમાંથી મળી આવી,પોલીસ ઘટનાસ્થળે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસ આસીસ્ટન્ટના લાયક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યું