Crypto Coins/ Reliance JioCoin: ભારતમાં ક્રિપ્ટો ખરીદવું કેટલું થશે મોંઘુ? કેટલો Tax ચુકવવો પડશે…

JioCoin એ પરંપરાગત ક્રિપ્ટોકરન્સી નથી

Top Stories Breaking News Business

Cryptocurrency News: જ્યારથી રિલાયન્સ જિયો(Reliance Jio)એ તેના સિક્કા(Coin)ની જાહેરાત કરી છે, ત્યારથી તેના વિશે તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. JioCoin ને ક્રિપ્ટો માર્કેટ(Crypto Market)માં રિલાયન્સની એન્ટ્રી કહેવામાં આવી રહી છે. જોકે, કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. Jio એ ઇન્ટરનેટ ટેકનોલોજી કંપની Polygon Labs સાથે ભાગીદારીમાં પોતાનો સિક્કો લોન્ચ કર્યો છે.

Reliance Jio Coin: What Is It And How Will It Benefit Users? News24 -

JioCoin એ બ્લોકચેન-આધારિત ડિજિટલ ટોકન (Digital Token) છે જે Jio ઇકોસિસ્ટમ(Ecosystem)નો ભાગ બનતા વપરાશકર્તાઓને લાભ આપવા માટે રચાયેલ છે. હાલમાં, જિયોકોઇન્સ જીઓસ્ફિયર બ્રાઉઝર (Jiospehere Browser) દ્વારા કમાઈ શકાય છે. જીઓસ્ફિયરનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓ હવે JioCoin નામની એક નવી સુવિધા પણ જોઈ રહ્યા છે. JioCoins હાલમાં સીધા ખરીદી માટે ઉપલબ્ધ નથી અને ન તો ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ (Crypto exchange) પર તેનો વેપાર થઈ શકે છે. આ ફક્ત જિયો સેવાઓનો ભાગ બનીને જ મેળવી શકાય છે અને જિયો ઇકોસિસ્ટમમાં તેનો લાભ લઈ શકાય છે.

ક્રિપ્ટો માટેનો ક્રેઝ વધશે

એક અહેવાલમાં જણાવાયું છે કે JioCoin એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology ) ભારતમાં લાવવાનો નવીનતમ પ્રોજેક્ટ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વર્ચ્યુઅલ સિક્કા(Virtual Coin)ના લોન્ચથી ભારતમાં વધુને વધુ લોકોને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવા માટે પ્રેરણા મળશે. નોંધનીય છે કે JioCoin ની સત્તાવાર કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો સૂચવે છે કે તેની કિંમત પ્રતિ ટોકન રૂ. 43 ($0.50) ની આસપાસ હોઈ શકે છે.

Reliance jio coin - jioCoin

અહીં, એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે JioCoin એ પરંપરાગત ક્રિપ્ટોકરન્સી નથી. JioCoin એ ગ્રાહક જોડાણનું એક સાધન છે જે વપરાશકર્તાઓને તેની સેવાઓ સાથે જોડાવા બદલ પુરસ્કાર આપે છે. જેમ કે કોઈ પ્રોડક્ટ ખરીદવી, મૂવી સ્ટ્રીમ કરવી કે ઓનલાઈન ખરીદી કરવી વગેરે. ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરીએ તો, તે મુક્તપણે કાર્ય કરે છે અને સરકારનું તેમના પર કોઈ નિયંત્રણ નથી. જોકે, વાસ્તવિક ચિત્ર ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે કંપની આ વિશે કેટલીક વિગતવાર માહિતી શેર કરશે.

JioCoin explained: How to earn free coins and redeem them? – India TV

રિલાયન્સ ટૂંક સમયમાં જિયો કોઈન વિશે ઔપચારિક જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેમાં તેની કિંમત, સુવિધાઓ, ઉપયોગ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે. ક્રિપ્ટો પરના ટેક્સ વિશે વાત કરીએ તો, સરકારે ક્રિપ્ટોકરન્સી સહિત ડિજિટલ સંપત્તિઓને ઔપચારિક રીતે વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિ તરીકે વર્ગીકૃત કરી છે. પરિણામે, ક્રિપ્ટોકરન્સી અને NFT જેવી વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિના વેચાણ અથવા ટ્રાન્સફરથી થતા નફા પર 30% (વત્તા 4% સેસ) કર લાદવામાં આવે છે. જો એક નાણાકીય વર્ષમાં કુલ વ્યવહાર મૂલ્ય રૂ. 50000 (અથવા કેટલાક કિસ્સાઓમાં રૂ. 10000) થી વધુ હોય તો ક્રિપ્ટો એસેટ (Crypto Asser) ટ્રાન્સફર પર 1% TDS કાપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ક્રિપ્ટોકરન્સીની કિંમત આજે (જાન્યુઆરી 22): બિટકોઈનની કિંમત આસમાને છે, $105,000 થી ઉપર

આ પણ વાંચો: બેરિશ ટ્રેડમાં કાર્ડાનો 10.20% ઘટ્યો, કુલ ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપના 0.97% સુધી ઘટ્યો

આ પણ વાંચો: 2025 માટે 4 ટોચના ક્રિપ્ટો પ્રોજેક્ટ્સ: BDAG, Ethereum, Solana અને Avalanche સાથે ખરીદદારો શું લાભની અપેક્ષા રાખી શકે છે?