Gujarat/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસ આસીસ્ટન્ટના લાયક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઑફિસ આસીસ્ટન્ટ વર્ગ-3 માટે લાયક ઠરેલા 5620 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે 235 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે

Top Stories Gujarat
Gujarat Secondary Service Selection Board

Gujarat Secondary Service Selection Board  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઑફિસ આસીસ્ટન્ટ વર્ગ-3 માટે લાયક ઠરેલા 5620 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે 235 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે. આ સંદર્ભે રજૂઆત કરવા માટે આગામી 11 જાન્યુઆરી સુધીમાં રૂબરૂ રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિકારીક રીતે નોટિફિકેશન અને લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના વિવિધ ખાતાની કચેરીઓ   તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કચેરીઓમાં ક્લાર્ક અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની 3901 જગ્યા માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કાની લેખિત અને સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટના અંતે 5855 ઉમેદવારો લાયક ઠર્યા હતા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા રાજ્ય સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકૂન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની કુલ 3,901 જગ્યાઓ માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવી હતી. લેખિત અને કોમ્પ્પુટરમાં લાયક ઠરેલા 5855 ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદીએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ યાદી પણ પોતાની અધિકારીક વેબસાઈટ પર મુકી હતી. જેમાં પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ આજે તેમણે લાયક અને ગેરલાયક ઉમેદવારોની યાદી અધિકારીક રીતે જાહેર કરી દીધી છે.

નોધનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઑફિસ આસીસ્ટન્ટ વર્ગ-3 માટે લાયક ઠરેલા 5620 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે 235 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે.

આમંત્રણ/રાહુલ ગાંધીને રામ મંદિરના દર્શન માટે અયોધ્યા આવવાનું આમંત્રણ આપવામાં આવશે: ફડણવીસ

landslide/જોશીમઠમાં ભૂસ્ખલનના લીધે મંદિર ધરાશાયી, તિરાડ પડેલા મકાનોની સંખ્યા 600ને પાર