Sports/ ધોની નહીં, યુવરાજ સિંહે પોતાના કમબેકનો શ્રેય આ સ્ટાર ખેલાડીને આપ્યો, કહી મોટી વાત

ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે કોહલીને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહે ધોનીને નહીં આપીને ક્રિકેટમાં પોતાના પુનરાગમનનો ક્રેડીટ વિરાટ કોહલીને આપ્યો છે.

Top Stories Sports
Untitled 145 2 ધોની નહીં, યુવરાજ સિંહે પોતાના કમબેકનો શ્રેય આ સ્ટાર ખેલાડીને આપ્યો, કહી મોટી વાત

ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે કોહલીને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહે ધોનીને નહીં આપીને ક્રિકેટમાં પોતાના પુનરાગમનનો ક્રેડીટ વિરાટ કોહલીને આપ્યો છે. કેન્સર સામેની લડાઈ લડીને યુવરાજ ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. યુવરાજ સિંહે કેન્સર સામે લડતી વખતે 2011 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડાબા હાથના બેટ્સમેને ખુલાસો કર્યો છે કે જ્યારે તે ભારતીય ટીમનો કેપ્ટન હતો ત્યારે તેણે વિરાટ કોહલીને ઘણો સપોર્ટ કર્યો હતો. એક ખાનગી માધ્યમ સાથે વાત કરતા યુવરાજ સિંહે કહ્યું, જ્યારે વિરાટ ભારતીય ટીમનો કેપ્ટન હતો ત્યારે તેણે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. જો કોહલી ન હોત તો હું ક્યારેય ભારતીય ટીમમાં પાછો ન આવ્યો હોત.

2011 વિશ્વમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

નોંધનીય છે કે યુવરાજ સિંહને 2011 વર્લ્ડ કપ દરમિયાન કેન્સર હોવાનું નિદાન થયું હતું. લોહીની ઉલટી થવા છતાં યુવરાજ સિંહે મેચ રમી અને ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. કેન્સરની સારવાર કરાવ્યા બાદ તે ફરી એકવાર ભારતીય ટીમમાં પાછો ફર્યો. યુવરાજ 2015 વર્લ્ડ કપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યો હતો.

2019માં નિવૃત્ત થયા

જણાવી દઈએ કે યુવરાજ સિંહે વર્ષ 2000માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. યુવરાજે ભારત માટે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વનડેમાં યુવરાજે 36.55ની એવરેજથી 8701 રન બનાવ્યા છે. આ દરમિયાન 14 સદી અને 52 અડધી સદી ફટકારી હતી. વર્ષ 2019માં યુવરાજ સિંહે ક્રિકેટને અલવિદા કહી દીધું.

આ પણ વાંચો:ભારતે ફૂટબોલના SAFF કપમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું

આ પણ વાંચો:ભારતીય ટીમે વિદેશી ધરતી પર રચ્યો ઈતિહાસ,બાંગ્લાદેશને હરાવી એશિયા કપ જીત્યો

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન મેચમાં તંગદિલી,પાકિસ્તાની ખેલાડીઓ ભારતના કોચ સાથે બાખડ્યા,રેફરીએ રેડ કાર્ડ બતાવ્યો

આ પણ વાંચો:એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું,કમિન્સ અને લિયોને 55 રનની

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, તમામ પાંચ દિવસ રમનાર બેટસમેન બન્યો