FootBall Match/ ભારત-પાકિસ્તાન મેચમાં તંગદિલી,પાકિસ્તાની ખેલાડીઓ ભારતના કોચ સાથે બાખડ્યા,રેફરીએ રેડ કાર્ડ બતાવ્યો

બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ દરમિયાન ભારતીય કોચ ઈગોર સ્ટિમેક સાથે પાકિસ્તાની ખેલાડીઓની અથડામણ થઈ હતી

Top Stories Sports
5 1 16 ભારત-પાકિસ્તાન મેચમાં તંગદિલી,પાકિસ્તાની ખેલાડીઓ ભારતના કોચ સાથે બાખડ્યા,રેફરીએ રેડ કાર્ડ બતાવ્યો

બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી  ફૂટબોલ ચેમ્પિયનશિપની મેચમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ દરમિયાન ભારતીય કોચ ઈગોર સ્ટિમેક સાથે પાકિસ્તાની ખેલાડીઓની અથડામણ થઈ હતી. મામલો એટલો વધી ગયો કે ભારતીય ખેલાડીઓએ કોચ પાસે દોડવું પડ્યું. જોકે બાદમાં રેફરીએ મામલો શાંત પાડ્યો હતો.

 ભારતના મુખ્ય કોચ ઇગોર સ્ટીમેકે દરમિયાનગીરી કરીને પાકિસ્તાની ખેલાડીનો બોલ અટકાવ્યા બાદ મામલો ગરમાયો હતો. રમતની 45મી મિનિટમાં, બોલ ખેલાડી સાથે અથડાઈ અને મેદાનની બહાર ગયો, ત્યારબાદ પાકિસ્તાની ખેલાડી બોલ લેવા પહોંચી ગયો. ભારતીય કોચને આ પસંદ ન હતું. તેમને લાગ્યું કે બોલ પાકિસ્તાની ખેલાડીને અથડાયો અને બહાર ગયો, તેથી બોલ ભારતીય ખેલાડી પાસે જવો જોઈએ. જેવો જ પાકિસ્તાની ખેલાડીએ બોલ ફેંકવો જોઈતો હતો, ભારતીય કોચે તેને હાથ મારતા નીચે પડી ગયો. આ પછી પાકિસ્તાનના તમામ ખેલાડીઓ આવ્યા અને ભારતીય કોચ સાથે ઘર્ષણ કર્યું. જોકે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને પાછળ ધકેલી દીધા હતા અને પછી રેફરીએ દરમિયાનગીરી કરી હતી. બાદમાં નેપાળી રેફરીએ ભારતીય કોચને લાલ કાર્ડ આપીને તેમને બેંચમાં જવાની ફરજ પાડી હતી. આ દરમિયાન ઘણા ખેલાડીઓને યલો કાર્ડ આપવામાં આવ્યા હતા.