નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ભારત અને અમેરિકાની મિત્રતા વિશ્વના ભલા માટેનું બળ છે અને પૃથ્વીને વધુ સારી બનાવશે. મોદીનું નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ જોને બિડેનના ટ્વીટના જવાબમાં આવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે અમેરિકા અને ભારતની મિત્રતા વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ છે.
વડા પ્રધાન મોદીની તાજેતરમાં સમાપ્ત થયેલી યુએસ મુલાકાતનો વિડિયો મોમેન્ટ શેર કરતા બિડેને ટ્વિટ કર્યું, “અમેરિકા અને ભારત વચ્ચેની મિત્રતા વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ પૈકીની એક છે અને તે પહેલા કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે.” તેમના ટ્વિટના જવાબમાં મોદીએ ટ્વિટ કર્યું કે, હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત છું. આપણા દેશો વચ્ચેની મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટેનું બળ છે. તે પૃથ્વીને વધુ સારી બનાવશે. મારી તાજેતરની યુએસ મુલાકાત અમારા સંબંધોને વધુ મજબૂત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત લીધા બાદ ભારત પરત ફર્યા છે. પાલમ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના અનેક સાંસદો હાજર રહ્યા હતા. પીએમ મોદીએ 20 જૂને તેમની પાંચ દિવસીય મુલાકાત શરૂ કરી હતી. તેઓ 21-24 જૂન દરમિયાન અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેમની યુએસ મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ થઈ, જ્યાં તેમણે 21 જૂનના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું નેતૃત્વ કર્યું.
અમેરિકામાં પીએમ મોદીની મુલાકાતને અત્યંત ફળદાયી માનવામાં આવે છે. અમેરિકાએ પણ ભારતના કોઈપણ વડાપ્રધાનને આપ્યું ન હોય તેટલું બહુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું હતું. તેમનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જે અમેરિકા ભાગ્યે જ કોઈ માટે કરે છે. આ બતાવે છે કે અમેરિકા માટે ભારતનું હવે કેટલું મહત્વ છે, જે પહેલા ક્યારેય ન હતું.
આ પણ વાંચોઃ Bus Accident/ ઓડિશામાં બે બસ વચ્ચે અથડાતા 12 લોકોના મોત; છ ઘાયલ
આ પણ વાંચોઃ પ્રહાર/ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્વવ ઠાકરે અને શરદ પવાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું
આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ફરી એકવાર ઈન્ટરનેટ પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો
આ પણ વાંચોઃ પ્રહાર/ રક્ષા મંત્રી રાજનાથનો વિપક્ષ પર પ્રહાર,’લોકતંત્રની હત્યા થઈ તો ચૂંટણી કેવી રીતે જીતી…’
આ પણ વાંચોઃ Cricketer/ ક્રિકેટર સરફરાઝ ખાનની ભારતીય ટીમમાં પસંદગી કેમ થતી નથી?જાણો આ રહ્યા કારણો….