Varanasi Mass Suicide/ વારાણસીમાં એક જ પરિવારના ચાર જણાની સામુહિક આત્મહત્યા

 મુળ આંધ્રપ્રદેશના પરિવારે પૈસાના વિવાદને કારણે ભરેલું પગલું

Top Stories India
YouTube Thumbnail 2023 12 20T173644.576 વારાણસીમાં એક જ પરિવારના ચાર જણાની સામુહિક આત્મહત્યા

@નિકુંજ પટેલ

વારાણસીમાં એક જ પરિવારના ચાર શક્સોએ આપઘાત કરી લીધાની ઘટના બની છે. આંધ્રપ્રદેશના ઈસ્ટ ગોદાવરી જીલ્લામાંથી આવેલા આ પરિવારમાં માતા પિતા અને બે યુવાન દિકરાઓનો સમાવેશ થાય ચે. તેમણે એક ધર્મશાળાના રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યા હતા.

પોલીસે આ બનાવને એગ્રીમેન્ટ સુસાઈડ ઘોશિત કર્યો છે. જેમાં કોઈ પરિવારના સભ્યો પોતાની સહમતીથી આત્મહત્યા કરવા તૈયાર થાય છે. શરૃઆતમાં પોલીસને આપઘાત કરનારો આ પરિવાર આર્થિક સંકટમાં હોવાથી આ પગલું ભર્યું હશે, એમ લાગ્યું હતું. છેલ્લા બે મહિથા ફરતા ફરતા આ પરિવાર વારાણસી પહોંચ્યો હતો. જ્યાં તેમણે આ પગલું ભર્યું હતું.

વારાણસીના અસ્વમેઘ થાણા વિસ્તારના દેવનાથપુર પાંડેહવેલી વિસ્તારમાં આંધ્ર આશ્રમ સંબંધિત કાશી કૈલાશબવન ધર્મશાળાના રૂમ નંબર-6માં આ બનાવ બન્યો હતો. ધર્મશાળાના સ્ટાફે રૂમનો દરવાજો ખકડાવ્યો હતો પરંતું અંદરથી કોઈ જવાબ ન મળતા સ્ટાફે પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો ખોલ્યો તો પરિવારના ચાર જણાની લાશ છત પર લટકી રહી હતી.

મૃતકોની ઓળખાણ 50 વર્ષીય કોંડા બાબુ, , 45 વર્ષીય લાવણ્યા, 25 વર્ષીય રાજેશ અને 23 વર્ષીય જયરાજ તરીકે થઈ હતી. ધર્મશાળાના ટ્રસ્ટીએ પોલીસને જણાવ્યું હતું કે  3 ડિસેમ્બરના રોજ પરિવારે રૃમ લીધો હતો અને 7 ડિસેમ્બરે રૂમ ખાલી કરીદેશે, એમ કહ્યું હતું. જોકે ગુરૂવારે જ પરિવારની આત્મહત્યાની માહિતી બહાર આવી હતી.

 પોલીસને તેલુગુમાં લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પરિવારનો આંધ્રપ્રદેશમાં પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. સુસાઈડ નોટમાં કેટલાક લોકો પર આરોપ પણ લગાવવામાં આવ્યો છે જેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આંદ્રપ્રદેશમાં આ પરિવાર જ્યાં કામ કરતો હતો ત્યાં પૈસાને લીધે તેમને વિવાદ ચાલી રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો