નવી દિલ્હી/ ડાર્ક વેબ પર ભારતીયોની ગુપ્ત માહિતી વેચનારા ચાર ઝડપાયા

આઈસીએમઆરની ડેટા બેન્કથી માહિતી લીક કરવામાં આવી હતી

Top Stories India
YouTube Thumbnail 2023 12 20T161238.680 ડાર્ક વેબ પર ભારતીયોની ગુપ્ત માહિતી વેચનારા ચાર ઝડપાયા

@નિકુંજ પટેલ

ડાર્ક વેબ એક એવી જગ્યા છે જ્યાં ઈન્ટરનેટ યુઝર્સનો ડેટા અલગ અલગ કિંમતે વેચવામાં આવે છે. ડાર્ક વેબ ઈન્ટરનેટની દુનિયાનો એ હિસ્સો છે જ્યાં તમારૂ સર્ચ એન્જીન પહોંચી શકતું નથી. તેને સ્પેશિયલ વેબ બ્રાઉઝરથી એક્સેસ કરી શકાય છે.

દિલ્હી પોલીસની સાયબર યુનિટને મંગળવારે મોટી સફળતા મળી હતી. સાયબર યુનિટે ડાર્ક વેબ પર ભારતીયોની ખાનગી માહિતી વેચવાના આરોપમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે ભારતીય ચિકીત્સા અનુસંધાન (આઈસીએમઆર)ની ડેટા બેન્કથી ડેટા લીક કરવામાં આવ્યો હતો અને તેને ડાર્ક વેબ પર વેચવા માટે મુકી દેવામાં આવ્યો હતો. પોલીસે અંદાજે 10 દિવસ પહેલા આ આરોપીઓની ધરપકડ કરી હતી. જાર્ક વેબ એક એવી જગ્યા છે જ્યાં ઈન્ટરનેટ યુઝર્સનો ડેટા અલગ અલગ કિંમતે વેચાય છે.

10 દિવસ પહેલા આઈસીએમઆરનો ડેટા લીક થયો હોવાનું કહેવાય છે. જેને ડાર્ક વેબ પર મુકવામાં આવ્યો હતો. ચાર પૈકી મુખ્ય આરોપી રૂતિક ઓડિશાનો રહેવાસી છે જ્યારે અન્ય આરોપીઓ ઝાંસી અને હરિયાણાના છે. દિલ્હી પોલીસ ઉપરાંત આ સંદર્ભે સીબીઆઈ પણ ગુનો દાખલ કર્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ તપાસમાં હજી સુધી એ બહાર નથી આવ્યું કે ડેટા ઓનલાઈન લીક થયો છે. દિપાર્ટમેન્ટના કોઈ શખ્સે ફિઝીકલી આરોપીઓને આ ડેટા આપ્યો હોવાની પણ શંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો