- ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી
- ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા
- દર્દીઓ ગયા હતા દક્ષિણ ભારતના પ્રવાસે
Gandhinagar News: ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી થઇ છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું આવ્યું સામે આવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલા બંન્ને સેક્ટર- 6ના રહેવાસી છે. સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા છે. કોરોનાનો JN.1 વેરિયેન્ટ છે કે નહિ તેની તપાસ કરવામાં આવશે. બન્ને ગૃહિણીઓએ વેક્સીનના બે ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે હાલ બંન્ને મહિલાઓને કરાઈ હોમ આઈસોલેટ કરવામાં આવી છે.
કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ 8 ડિસેમ્બરે કેરળમાં નોંધાયો હતો. એક 79 વર્ષીય મહિલાને તેનાથી ચેપ લાગ્યો હતો. થોડા દિવસો પહેલા સિંગાપોરમાં એક ભારતીય મુસાફર પણ JN.1 સબ-વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. તે તમિલનાડુના તિરુચિરાપલ્લીનો રહેવાસી હતો. આ વ્યક્તિ ઓક્ટોબરમાં સિંગાપોર ગયો હતો.
દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવાના શરૂ થઈ ગયા છે. કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટની જાણકારી મળ્યા પછી કેરળ સરકાર સક્રિય થઈ ગઈ છે. તેણે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાના વધતા કેસોથી ચિંતિત છે.
આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી
આ પણ વાંચો:બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચો:ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ
આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું