crime news/ ઘોડેસવારીમાં નિપુણ યુવતીની હત્યા થઈ કે આત્મહત્યા, રહસ્ય સામે આવતા પરિવારને લાગ્યો મોટો આંચકો

ઘોડેસવારીમાં નિપુણ યુવતીની હત્યા થઈ કે આત્મહત્યા તે બાબત સામે આવતા પરિવારનો બહુ આંચકો લાગ્યો. આ ઘટના થોડા વર્ષો પહેલા બની છે. પરંતુ તેની ફરિયાદ ઘટના બન્યાના 6 મહિના પછી કરવામાં આવી હતી.

Top Stories World
Beginners guide to 2024 05 04T160133.308 ઘોડેસવારીમાં નિપુણ યુવતીની હત્યા થઈ કે આત્મહત્યા, રહસ્ય સામે આવતા પરિવારને લાગ્યો મોટો આંચકો

ઘોડેસવારીમાં નિપુણ યુવતીની હત્યા થઈ કે આત્મહત્યા તે બાબત સામે આવતા પરિવારનો બહુ આંચકો લાગ્યો. આ ઘટના થોડા વર્ષો પહેલા બની છે. પરંતુ તેની ફરિયાદ ઘટના બન્યાના 6 મહિના પછી કરવામાં આવી હતી. 3 ઓગસ્ટ 2020 ની સવાર હતી, જ્યારે ઇમરજન્સી નંબર પર કોલ આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે 21 વર્ષની યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. થોડીવારમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી આપેલા સરનામે પહોંચી જાય છે, પરંતુ ત્યાં સુધીમાં યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેનું શરીર વાદળી થઈ ગયું હતું, તે શ્વાસ લઈ રહી હતી. પણ તે હોશમાં નહોતી. ડોક્ટરો 6 દિવસ સુધી તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ ન તો દવા કામ કરી શકી કે ન તો પ્રાર્થના. 9 ઓગસ્ટના રોજ તેમનું હોસ્પિટલના બેડ પર અવસાન થયું હતું. યુવતીના મૃત્યુથી બધાને આશ્ચર્ય થયું.

ઘોડેસવારીમાં નિપુણ કેટી સિમ્પસન 

મૃત્યુ પામનાર યુવતીનું નામ કેટી સિમ્પસન હતું. તે ઘોડેસવારીમાં ચમકતો સિતારો હતો. એક સુખી કુટુંબ, એક મહાન કારકિર્દી, એક બોયફ્રેન્ડ, કેટલાક મિત્રો… એવું લાગતું હતું કે જાણે વિશ્વ કેટીના પગમાં છે. કેટી ખૂબ જ સુંદર, મૈત્રીપૂર્ણ હતી… વ્યક્તિ ગમે તે ઉંમરની હોય, તે એક જ ક્ષણમાં તેમની સાથે મળી જતી. પરંતુ કેટીએ આપઘાત જેવું પગલું કેમ ભર્યું તે પ્રશ્ન એક રહસ્ય બન્યુ હતું. કોઈ માનવા તૈયાર ન હતું કે કેટી આવું કરી શકે છે. થોડા દિવસો વીતી ગયા અને ધીરે ધીરે કેટી લોકોની યાદોમાં રહી ગઈ.

તેમના મૃત્યુ વિશે કંઈક એવું હતું જે પરેશાન કરતું હતું. હોસ્પિટલની નર્સોએ કેટીના શરીર પર કેટલીક ઈજાઓ વિશે પણ જણાવ્યું હતું. શરૂઆતમાં પરિવારના સભ્યોએ વસ્તુઓની અવગણના કરી, પરંતુ બાદમાં તેમને પણ તેમની પુત્રી સાથે કંઈક ખોટું થયું હોવાની શંકા ગઈ. અને આખરે, લગભગ 6 મહિના પછી, પોલીસે કેટીના મૃત્યુની તપાસ શરૂ કરી. પોલીસ ઘોડેસવાર યુવતીની આત્મહત્યાના કેસમાં દરેક કડીને જોડીને કેસના તળિયે પહોંચી તો હત્યા, શોષણ, બળાત્કાર અને બેવફાઈની એવી કહાની સામે આવી, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. કેટીએ આત્મહત્યા નથી કરી. તેની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની બહેનના પતિએ એટલે કે તેના જીજાએ કરી હતી.

કેટી બહેન ક્રિસ્ટીના સાથે વધુ રહેતી

ઉત્તરી આયરલેન્ડના એક નાના ગામમાં રહેતી કેટી માત્ર 9 વર્ષની હતી ત્યારે તેની મોટી બહેન ક્રિસ્ટીનાના લગ્ન જોનાથન ક્રેસવેલ નામના વ્યક્તિ સાથે થયા હતા. ક્રેસવેલે ઘોડેસવારી શીખવાડી. છ ભાઈ-બહેનોમાંની એક, કેટી તેનો મોટાભાગનો સમય તેની બહેન ક્રિસ્ટીના સાથે પસાર કરતી હતી. કેટીને ઘોડેસવારી પસંદ હતી. ક્રેસવેલે તેને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું. અને, અહીંથી ધીમે ધીમે ક્રેસવેલે કેટી પર નિયંત્રણ મેળવવાનું શરૂ કર્યું. તે જે કરે છે તેના પર નજર રાખતો હતો. જો તે બહાર જાય તો પણ ક્રેસવેલ ફોન દ્વારા તેનું નિરીક્ષણ કરતો. જ્યારે કેટી થોડી મોટી થઈ, ત્યારે ક્રેસવેલે તેને પોતાના પ્રેમમાં ફસાવી અને તેની સાથે સંબંધ બાંધ્યો.

પરિણીત ક્રેસવેલના હતા બીજા પણ અફેર

ક્રેસવેલ પરિણીત હતો, બે બાળકોનો પિતા હતો અને તે કેટી સાથે પણ સંબંધમાં હતો. આમ છતાં તેને ઘરની બહાર ત્રણ મહિલાઓ સાથે અફેર ચાલતું હતું. એક દિવસ, ઘોડેસવારી શીખતી વખતે, કેટી શેન મેકક્લોસ્કી નામના છોકરાને મળી. શેન પણ ઘોડા પર સવારી કરતો હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી તેમની નિકટતા વધવા લાગી. એક દિવસ ક્રેસવેલને કેટીના નવા સંબંધની જાણ થઈ. તે કેટી પર ગુસ્સે થયો અને તેને સંબંધ ખતમ કરવાની ધમકી આપી. જ્યારે કેટીએ આ વાત તેના નવા પ્રેમીને કહી ત્યારે તેને પણ આશ્ચર્ય થયું કે તેની જીજાજી તેના જીવનમાં આટલી બધી દખલગીરી શા માટે કરે છે.

ધીમે ધીમે ક્રેસવેલ કેટી પ્રત્યે હિંસક બનવા લાગ્યો. તે દરેક રીતે તેના પર નિયંત્રણ ઇચ્છતો હતો. જ્યારે પણ કેટી તેની નજરથી દૂર રહેતી, ત્યારે ક્રેસવેલ તેને મેસેજ કરતો અને ધમકીઓ આપતો. તે 2 ઓગસ્ટ, 2020 હતો, જ્યારે ક્રેસવેલે કેટીને તેના રૂમમાં બોલાવી. ક્રેસવેલે પહેલા તેની પર હુમલો કર્યો અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ તેની પત્ની ક્રિસ્ટીના રૂમમાં આવી ત્યારે તેણે બંનેને એકસાથે સૂતા જોયા હતા. કદાચ ક્રિસ્ટીનાને ખ્યાલ આવી ગયો હતો કે તેના પતિનું કેટી સાથે અફેર છે. થોડા સમય પછી, ક્રેસવેલે ઘરમાં અવાજ કર્યો અને બધાને કહ્યું કે કેટીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે અને તે તેને હોસ્પિટલ લઈ ગયો.

ક્રેસવેલની ત્રણ ગર્લફ્રેન્ડે પણ ખોટા નિવેદનો આપ્યા હતા
કેટીના મૃત્યુની તપાસ કરી રહેલી પોલીસે પુરાવાના આધારે ક્રેસવેલ પર બળાત્કાર અને હત્યાનો આરોપ મૂક્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ક્રેસવેલે કેટીને તેના નવા સંબંધ વિશે જાણ્યા પછી ઈર્ષ્યામાં તેનું ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં તેણે આ હત્યાને આત્મહત્યા જાહેર કરી હતી. પોલીસને પાછળથી કેટીના મોબાઈલમાંથી મળેલા મેસેજ પરથી જાણવા મળ્યું કે તે ક્રેસવેલના કંટ્રોલથી ખૂબ ડરી ગઈ હતી. જે ત્રણ મહિલાઓ સાથે ક્રેસવેલના ઘરની બહાર સંબંધો હતા તેમણે પણ પોલીસને ખોટા નિવેદનો આપીને કેટીની હત્યાને ઢાંકવામાં મદદ કરી હતી. કેટીના મૃત્યુના લગભગ સાડા ત્રણ વર્ષ પછી આ કેસ સંપૂર્ણ રીતે ખોલવામાં આવ્યો હતો અને માનવામાં આવી રહ્યું હતું કે આ કેસની સુનાવણી બે મહિનામાં પૂર્ણ થશે. પરંતુ, કેસ શરૂ થયાના એક દિવસ બાદ જ ખબર પડી કે ક્રેસવેલે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ 25 એપ્રિલ 2024ના રોજ તેના ઘરેથી મળી આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે

આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ

આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી