Bombay High Court/ શું ટૂંકા કપડા પહેરીને નાચતી મહિલાઓ અશ્લીલ છે? હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક કેસની સુનાવણી કરતી વખતે અશ્લીલતાની વ્યાખ્યા પર ‘પ્રગતિશીલ દ્રષ્ટિકોણ’ની હિમાયત કરી છે.

Top Stories India

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક કેસની સુનાવણી કરતી વખતે અશ્લીલતાની વ્યાખ્યા પર ‘પ્રગતિશીલ દ્રષ્ટિકોણ’ની હિમાયત કરી છે. જસ્ટિસ વિનય જોશી અને વાલ્મિકી એસએ મેનેઝીસની ડિવિઝન બેંચ પાર્ટીમાં ‘ટૂંકા કપડા’ મહિલાઓને ડાન્સ કરતી જોવા માટે પાંચ લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસની સુનાવણી કરી રહી હતી. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ કેસમાં નોંધાયેલી FIR રદ કરી હતી.

જસ્ટિસ વિનય જોશી અને વાલ્મિકી એસએ મેનેઝેસની ડિવિઝન બેન્ચે ઉમરેડ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ને રદ્દ કરતાં જણાવ્યું હતું કે,કોર્ટ નૈતિકતાના પ્રવર્તમાન ધોરણો અને વર્તમાન સમયમાં કેવા પ્રકારનું ડ્રેસિંગ સામાન્ય અને સ્વીકાર્ય માનવામાં આવે છે તે અંગે સભાન છે.

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, અમે આ મામલે પ્રગતિશીલ દ્રષ્ટિકોણ અપનાવવાનું પસંદ કરીએ છીએ અને આવો નિર્ણય પોલીસ અધિકારીઓના હાથમાં છોડવા તૈયાર નથી. આરોપી મહિલાઓ કે જેઓ કથિત રીતે ટૂંકા સ્કર્ટ પહેરીને ઉશ્કેરણીજનક રીતે ડાન્સ કરી રહી હતી અથવા ‘અશ્લીલ’ ઈશારાઓ કરી રહી હતી તેને અશ્લીલ કૃત્ય કહી શકાય નહીં.

કોર્ટે કહ્યું કે વર્તમાન ભારતીય સમાજમાં પ્રચલિત નૈતિકતાના સામાન્ય ધોરણોથી અમે સભાન છીએ. ન્યાયિક ધ્યાન એ હકીકત પર પણ આપવામાં આવે છે કે વર્તમાન સમયમાં મહિલાઓ માટે આવા કપડાં પહેરવા તે એકદમ સામાન્ય અને સ્વીકાર્ય છે. આવા કપડાં ઘણીવાર ફિલ્મો અથવા સૌંદર્ય સ્પર્ધાઓમાં જોવા મળે છે.

31 મે 2023ના રોજ પોલીસે ઉમરેડ વિસ્તારમાં એક જગ્યાએ દરોડો પાડ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો કપડા પહેરેલી મહિલાઓને અશ્લીલ ડાન્સ કરતા અને તેમના પર નકલી ચલણી નોટો વરસાવતા જોઈ રહ્યા હતા. પોલીસે આ મહિલા અને પુરૂષો વિરુદ્ધ FIR નોંધી હતી. ત્યાર બાદ આરોપીએ કેસ રદ કરવાની માંગ સાથે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.



આ પણ વાંચો: P20 Summit/ ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધ પર P20માં પીએમ મોદીએ શું કહ્યું…

આ પણ વાંચો: Explainer/ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન પર ભારતની નીતિ શું રહી છે અને બંને વચ્ચેના સંબંધો કેવા છે?

આ પણ વાંચો: IND VS PAK/ 11000 સુરક્ષા જવાનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ વચ્ચે ભારત-પાકની ટક્કર