World Athletics Championships/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ એથલેટિક્સમાં ઇતિહાસ રચનાર નીરજ ચોપરાને પાઠવી શુભેચ્છા

નીરજ ચોપરા યુ.એસ.એ.ના યુજેનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની જેવલિન થ્રો ઈવેન્ટની ફાઇનલમાં સુવર્ણ મેળવવાથી ચુકી ગયા પરતું દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે

Top Stories India
4 35 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ એથલેટિક્સમાં ઇતિહાસ રચનાર નીરજ ચોપરાને પાઠવી શુભેચ્છા

નીરજ ચોપરા યુ.એસ.એ.ના યુજેનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની જેવલિન થ્રો ઈવેન્ટની ફાઇનલમાં સુવર્ણ મેળવવાથી ચુકી ગયા પરતું દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે,  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલ્વર મેડલ જીતવા પર નીરજ ચોપરાને શુભેચ્છા પાઠવી હતી,વડાપ્રધાને ટ્વિટ પર શુભેચ્છા પાઠવી હતી.ટ્વિટરમાં લખ્યું કે   ભારતીય રમતો માટે આ એક ખાસ ક્ષણ છે. સિલ્વર જીતવા બદલ અભિનંદન, નીરજને તેમના આગામી પ્રયત્નો માટે શુભેચ્છાઓ,

ઉલ્લેખનીય છે કે   નીરજે ફાઉલ થ્રોથી શરૂઆત કરી અને બીજા પ્રયાસમાં 82.39 મીટરનો સ્કોર કર્યો. આ પછી તેમણે ત્રીજા પ્રયાસમાં 86.37 મીટર અને ચોથા પ્રયાસમાં 88.13 મીટરનો થ્રો કર્યો હતો. જે બાદ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. એન્ડરસન પીટર્સે અહીં તેના પ્રથમ પ્રયાસમાં 90 મીટરથી વધુ ભાલો ફેંક્યો હતો અને તે પ્રથમ સ્થાને રહ્યા હતા,બાદમાં નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા માટે 90 મીટરની પાર જેવલિન ફેંકવાની હતી, પરંતુ તે તેમ કરી શક્યા નહીં.