અમદાવાદ/ કેમિકલ માફિયા બેફામ, વટવા GIDCમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલાનો કૌભાંડનો પર્દાફાશ

વટવા GIDCમાં આવેલી કેમિકલ કંપની હાથીજણ પાસે એસિડિક કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી હતી.

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News: વટવા GIDCમાં આવેલી કેમિકલ કંપની હાથીજણ પાસે એસિડિક કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે AMC હાથીજણ નજીક વિંઝોલ રેલ્વે બ્રિજ પાસે પાણીની પાઈપલાઈન નાખવાનું કામ કરી રહી હતી. તેમાંથી ભૂગર્ભ પાઇપ મળી આવ્યો હતો. જેથી AMCના અધિકારીઓએ GPCBને જાણ કરી હતી અને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ ઝેરી કેમિકલ GIC કંપની દ્વારા કેનાલમાં ઠાલવવામાં આવી રહ્યું છે.

આ બનાવ અંગે જીપીસીબીએ કંપનીના માલિકો સામે વટવા GIDCમાં ફરિયાદ નોંધાવી છે. કંપની દ્વારા એસિડિક કેમિકલયુક્ત પાણી છોડીને પર્યાવરણને નુકસાન થતું હોવાથી પ્રદૂષણ પોલ્યુશન કંટ્રોલના એન્જિનિયરે વટવા GIDC પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આયોજનગર નજીક વટવા, વિંઝોલ ખાતે રહેતા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર તરીકે કામ કરતા 29 વર્ષીય સુભમ સોનાવાડિયાએ ડાયોપ્રિન્ટ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની પાઈપલાઈન નાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એક ભૂગર્ભ પાઈપ મળી આવ્યો હતો. જેથી તેને AMC દ્વારા જાણ કરવામાં આવી હતી. જેથી તે તુરંત જ ટીમ સાથે આવી પહોંચ્યો હતો અને જોયું તો ત્યાં અંડરગ્રાઉન્ડ પાઈપ હતો. તે પાઈપ લીકેજ હોવાથી તેનું pH બદલાશે. પેપર તપાસતાં એસિડિક કેમિકલ મળી આવ્યું હતું.

આ પછી તેને JCB મશીન વડે ખોદવામાં આવ્યું અને પછી ખારીકટ કેનાલ તરફ લઈ જવામાં આવ્યું. બાદમાં પાઈપની તપાસ કરતાં આ કેમિકલ ડીઓપ્રિન્ટ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડમાંથી આવતું હોવાનું જણાયું હતું. આ ઝેરી કેમિકલના કારણે અનેક લોકો અને પર્યાવરણને નુકસાન થતું હોવાથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઈજનેરે કંપનીના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિર રાજ્યભરની કેમિકલની કંપનીઓ પોતાની કંપનીનું જોખમી કેમિકલ ચોક્કસ માથાભારે તત્ત્વોનો ટેન્કરો ભરીને આપી દેતી હોય છે. આ તત્ત્વો ગમે ત્યાં નિર્જન જગ્યાએ જઇને પાણીનો કે કેમિકલનો નિકાલ કરતા હોય છે. આ ધંધામાં માથાભારે તત્ત્વો કરોડો રૂપિયા કમાઇ ગયા છે. જાગૃત લોકોની ફરિયાદ બાદ પણ તંત્ર આવા તત્ત્વો સામે કોઇ જ પગલાં ભરતું નથી.

થોડા વર્ષો પહેલા તંત્ર દ્વાર પાડવામાં આવેલા દરોડામાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, ગુજરાતની ઘણી કેમિકલ કંપનીઓના સંચાલકો પોતાની કંપનીના કેમ્પસમાં જ રિવર્સ બોરીંગ શરૂ કરીને કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારવાનું શરૂ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત