આત્મહત્યા/ ઓનલાઈન સલ્ફાસ મંગાવીને યુવકે કરી આત્મહત્યા , એમેઝોનના બે અધિકારીઓને સમન્સ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં 18 વર્ષના એક યુવકે એમેઝોન પાસેથી ઓનલાઈન સલ્ફાસ મંગાવીને આત્મહત્યા કર્યાની ઘટના સંબંધમાં એમેઝોનના બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના બે અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે

Top Stories India

મધ્યપ્રદેશના ઈન્દોરમાં 18 વર્ષના એક યુવકે એમેઝોન પાસેથી ઓનલાઈન સલ્ફાસ મંગાવીને આત્મહત્યા કર્યાની ઘટના સંબંધમાં એમેઝોનના બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના બે અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારીકરવા  આપી.

અધિક પોલીસ અધિક્ષક (એએસપી) રાજેશ વ્યાસે જણાવ્યું હતું કે શહેરના એક યુવકે એમેઝોન પાસેથી ઓનલાઈન સલ્ફાસ માંગીને આત્મહત્યા કરવાની ઘટના અંગે તેના પિતાની ફરિયાદના આધારે અમે બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના બે અધિકારીઓને નોટિસ પાઠવી છે.  એએસપીએ કહ્યું કે નોટિસ દ્વારા એમેઝોનના અધિકારીઓને બુધવારે પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. “એકવાર આ અધિકારીઓ હાજર થઈ જાય, અમે તેમની પાસેથી એમેઝોન પર સલ્ફાના ઓનલાઈન વેચાણના કાયદાકીય પાસાઓ અને આ ઝેરી પદાર્થના વેચાણકર્તાઓની ચકાસણી વિશે વિગતવાર પૂછપરછ કરીશું,”

પોલીસને મળેલી ફરિયાદ મુજબ ઈન્દોરના ફળ વિક્રેતા રણજીત વર્માના પુત્ર આદિત્ય વર્મા (18)એ જુલાઈમાં એમેઝોન પર ઓનલાઈન સલ્ફાસ મંગાવી હતી અને ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 25 નવેમ્બરના રોજ, યુવકના શોકગ્રસ્ત પિતા રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાને મળ્યા હતા અને ઈ-કોમર્સ જાયન્ટ સામે કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. આ પછી ગૃહમંત્રીએ પોલીસને એમેઝોનના અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

જો કે, આ કેસમાં પોલીસ  હરકતમાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. છત્રીપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પવન સિંઘલે જણાવ્યું કે ફળ વેચનારની ફરિયાદ પર એએસપીના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે અને હાલમાં એમેઝોનના અધિકારીઓ સામે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. આત્મહત્યા કરનાર યુવકના પિતા રણજીત વર્માએ આરોપ લગાવ્યો છે કે એમેઝોને ગ્રાહકના અધિકૃત દસ્તાવેજોની ખરાઈ કર્યા વિના તેમના પુત્રને સલ્ફાસના રૂપમાં ગેરકાયદેસર રીતે ઝેર સપ્લાય કર્યું હતું, જેને ખાઇને તેને આત્મહત્યા કરી છે. વર્માના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો કથિત રીતે તેમના પુત્ર પર 2 લાખ રૂપિયાના લેણાંની ચુકવણી માટે દબાણ કરી રહ્યા હતા, જેના કારણે તે તણાવમાં હતો.