જેતપુર/ સામાન્ય બહાના હેઠળ હજારો વૃક્ષોનું નિકંદન, પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ

જેતપુરના પેઢલાથી પાંચપીપળા ગામ વચ્ચે રસ્તાની બંને બાજુએ આવેલ ઘટાદાર વૃક્ષોની ડાળીઓ વાહનોને નડતરરૂપ હોવાના બહાના હેઠળ અસંખ્ય વૃક્ષોનું છેદન.

Top Stories Gujarat Others

જેતપુર તાલુકાના પેઢલા ગામથી પાંચપીપળા જવાના રસ્તે રોડની બંને બાજુએ રહેલ પચાસ વર્ષથી પણ વધુની ઉંમરના ઘટાદાર પીપળના અસંખ્ય વૃક્ષોનું કપાસ ભરેલ વાહનોને નડતરરૂપ થતાં હોવાના બહાના હેઠળ અધિકારીઓએ નિકંદન કઢાવી નાખતાં પર્યાવરણ- -પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

પીપળના સામાન્ય બહાના હેઠળ હજારો વૃક્ષોનું નિકંદન, પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ

હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે શિયાળાની ઋતુમાં પણ દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં હવામાં શ્વાસ લેવું પણ મુશ્કેલ બને તેટલી હવા પ્રદૂષિત થઈ ગઈ છે. આ ગ્લોબલ વોર્મિંગનું કારણ જુદાજુદા પ્રકારનું કેમિકલનું પ્રદુષણ અને વૃક્ષોનું છેદન. ભવિષ્યમાં ઑક્સિજનનું સિલિન્ડર સાથે લઈને ન નીકળવું પડે તેનાથી બચવા જેમ બને તેમ વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવું પડશે તેમજ કેમિકલનો જેમ બને તેમ ઓછો વપરાશ કરવો પડશે.

પીપળના સામાન્ય બહાના હેઠળ હજારો વૃક્ષોનું નિકંદન, પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ

અને પર્યાવરણ બાબતમાં તો સુપ્રીમ કોર્ટ ખૂબ સખત થઈ છે અને તેની સાથે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પણ પ્રદુષણ ફેલાવનાર સામે કડક હાથે કાર્યવાહી કરવા લાગી છે. અને સરકાર પણ વૃક્ષારોપણ પાછળ દરવર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. હજાર છોડનું રોપણ થાય તેમાંથી માંડ પચાસ જેટલા ઉછરીને વૃક્ષ બને છે. એટલે એક છોડનું જતન કરી તેને વૃક્ષ બનાવવું તે બાળકમાંથી પુખ્ત બનાવવા જેટલું જ કઠિન છે.

પીપળના સામાન્ય બહાના હેઠળ હજારો વૃક્ષોનું નિકંદન, પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ

પરંતુ પર્યાવરણ પ્રેમીઓ કરતાં પર્યાવરણના દુશ્મનો વધુ જોવા મળે છે. જેમાં જેતપુરના પેઢલા ગામથી પાંચપીપળા સુધી જવાના રસ્તાની બંને બાજુ પીપળના ઘટાદાર વૃક્ષો કતારબદ્ધ ઉગાડેલ છે. અને આ વૃક્ષો લગભગ પચાસ વર્ષથી વધુની ઉંમરના હશે. રસ્તાની બંને બાજુ ઘટાદાર વૃક્ષ હોવાથી ઉનાળામાં પચાસ ડીગ્રી તાપમાન હોય તો પણ આ રોડ પરથી પસાર થઈએ શીતળ છાયો જ જોવા મળે. જેના કારણે વટેમાર્ગુ રોડ કાંઠે આરામ ફરમાવતા પણ જોવા મળે છે. આ ઘટાદાર વૃક્ષોનું કેટલાક શખ્સો ત્રણ જેટલી ટોળકી બનાવી ઇલેક્ટ્રીક કટરથી કાપી નાંખ્યા. વૃક્ષ છેદન વિશે આ અંગે જિલ્લા પંચાયતના સદસ્ય સુભાષભાઈ બામભરોલીયાએ જણાવ્યું કે, આ રસ્તા પરથી કપાસ, ભુસું ભરેલ ટ્રક નીકળે છે.

તેને આ વૃક્ષ નડતરરૂપ હોવાથી અને રોડનું કામ પણ ચાલુ હોવાથી પણ રોડ કલીયર કરી રહ્યા છે. અને આ ફોરેસ્ટ ખાતા સાથે રોડના એન્જીનીયરને વાત પણ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ વૃક્ષ કાપીને ક્યાં લઈ જવાના છે તેવું વૃક્ષ કાપી રહેલ મજૂરોને પૂછતાં તેઓએ જણાવેલ કે અમે તે વેંચવા લઈ જઈએ છીએ. આ અંગે આરએફઓ પરેશ મોરડીયાને પૂછતાં ટેઈએ જણાવેલ કે આર એન્ડ બીના ઈજનેર મને જણાવેલ કે ઘણા વૃક્ષોની ડાળીઓ વાહન વ્યવહારમાં નડતરરૂપ છે એટલે મેં તેઓને ડાળીઓ કાપવાનું કીધું હતું. જ્યારે વૃક્ષો નડવા વિશે આરએન્ડબીના ઈજનેર ગાજીપરાનો ટેલિફોનીક સંપર્ક સાધવાની કોશિષ કરતા તેઓએ કોલ રિસીવ જ કર્યો ન હતો.

તાજેતરમાં જ કોરોનાની બીજી લહેરમાં લાલહો કોવિડના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી અને ત્યારે ઓક્સિજનના સિલિન્ડરો મળતાં જ ન હતા. ત્યારે શુધ્ધ હવા માટે વૃક્ષારોપણને વેગ આપવાની ખૂબ મોટી મોટી વાતો થઈ પરંતુ આ તમામ વાતો માત્ર કાગળ પર જ સિમીત રહી જ્યારે વાસ્તવમાં તો સામાન્ય બહાના હેઠળ અહીં હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું જેના કારણે પર્યાવરણપ્રેમીઓમાં ખૂબ રોષ ફેલાય ગયો છે. અને વૃક્ષોનું ગેરકાયદેસર છેદન કરવા સામે કાયદેસરના પગલાં ભરવાની પણ માંગ કરી હતી.

National / ભારત સરકારને ટિકૈતની ધમકી, કહ્યું MSP પર કાયદો બનાવો અન્યથા…. 

સમેટાતી સરકારી શાળાઓ  / ગુજરાતમાં સરકારી શાળાઓને લાગ્યાં તાળા, 4 વર્ષમાં 1775 શાળા બંધ

ભાજપમાં વિખવાદ / મુન્દ્રા ભાજપમાં વિખવાદ, PMOમાં થઈ ફરિયાદ