Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પરથી 11 કિલો ગાંજો ઝડપાયો

તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી પાંચ અલગ-અલગ પોલિથીન બેગમાં છુપાવેલો ગાંજો (cannabis)મળી આવ્યો હતો

Gujarat Ahmedabad
બેંગકોકથી આવેલા એક યાત્રી પાસેથી અંદાજે 11 કિલોગ્રામ ગાંજો (cannabis)જપ્ત કરવામાં આવ્યો છે

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પર કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. બેંગકોકથી આવેલા એક યાત્રી પાસેથી અંદાજે 11 કિલોગ્રામ ગાંજો (cannabis)જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી ગુજરાતના માંગરોળ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પાંચ અલગ-અલગ પોલિથીન બેગમાં છુપાવેલો ગાંજો (cannabis)મળી આવ્યો 

એરપોર્ટ પર નિયમિત તપાસ દરમિયાન સ્નિફર ડોગે એક ટ્રોલી બેગ પ્રત્યે શંકાસ્પદ સંકેત આપતા સુરક્ષા અધિકારીઓએ બેગની વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી પાંચ અલગ-અલગ પોલિથીન બેગમાં છુપાવેલો ગાંજો (cannabis)મળી આવ્યો હતો.

આ સમગ્ર મામલે યાત્રીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન આશરે 11 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ડ્રગ્સ વ્યક્તિગત ઉપયોગ માટે લાવવામાં આવ્યો હતો કે કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે તેનો સંબંધ છે.

તપાસ એજન્સીઓ આરોપીની પૂછપરછ કરી રહી છે અને ગાંજા (cannabis)નો સ્ત્રોત, સપ્લાય ચેઇન તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે માહિતી એકત્રિત કરી રહી છે. કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર 20 કરોડથી વધુનો ગાંજો જપ્ત: બેંગકોકથી આવેલા યુપીના યુવકની ધરપકડ

આ પણ વાંચો : મર્સિડીઝ કારમાં 69 લાખનો હાઈબ્રિડ ગાંજો

આ પણ વાંચો : રાજકોટમાં SOGનો સપાટોઃ જસદણમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, ત્રણની ધરપકડ