Rajkot News/ ભક્તીનગર સ્ટેશન પર ₹59.27 લાખના મુદ્દામાલ સાથે શંકાસ્પદ શખ્સ ઝડપાયો

રાજકોટ (Rajkot)ના ભક્તીનગર રેલવે સ્ટેશન (Bhaktinagar Station)પર રેલવે પોલીસે રૂ. 59.27 લાખના સોના-ચાંદીના આભૂષણો, ચાંદીના ઢાળિયા અને રોકડ રકમ સાથે એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે

Gujarat Rajkot Breaking News
રાજકોટ (Rajkot)ના ભક્તીનગર રેલવે સ્ટેશન (Bhaktinagar Station)પર રેલવે પોલીસે રૂ. 59.27 લાખના સોના-ચાંદીના આભૂષણો, ચાંદીના ઢાળિયા અને રોકડ રકમ સાથે એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે

Rajkot News : રાજકોટ (Rajkot)ના ભક્તીનગર રેલવે સ્ટેશન (Bhaktinagar Station)પર રેલવે પોલીસે રૂ. 59.27 લાખના સોના-ચાંદીના આભૂષણો, ચાંદીના ઢાળિયા અને રોકડ રકમ સાથે એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 106 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મુદ્દામાલના સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રેલવેમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે અધિક પોલીસ મહાનિર્દેશક (રેલવે) કે. એન. ડામોર, પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને ઇન્ચાર્જ વિભાગીય અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલવે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી હતી.

ભક્તીનગર રેલવે સ્ટેશન (Bhaktinagar Station)ખાતે શંકાસ્પદ મુસાફરની બેગની તપાસ કરતા ભાડો ફૂટ્યો

આ દરમિયાન ભક્તીનગર રેલવે સ્ટેશન (Bhaktinagar Station)ખાતે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ મેશવાણિયા, ઘનશ્યામભાઈ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ કાતરિયા સ્ટેશન પેટ્રોલિંગમાં હતા. ત્યારે રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી ઉતરેલા એક શંકાસ્પદ મુસાફરની બેગની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બેગમાંથી સોના-ચાંદીનો મોટો જથ્થો અને મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વ્યક્તિ પોતાની પાસે રહેલા કિંમતી મુદ્દામાલ અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ત્યારબાદ પોલીસે તમામ વસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પકડાયેલા વ્યક્તિની ઓળખ 65 વર્ષીય રસીકલાલ છોટાલાલ જગડા તરીકે થઈ છે. તેઓ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ (Veraval)શહેરના તપેશ્વર મંદિર રોડ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

કબજે કરાયેલ મુદ્દામાલ

  • ચાંદીના ઢાળિયા – અંદાજિત કિંમત રૂ. 4.42 લાખ
  • સોનાના ટુકડા – અંદાજિત કિંમત રૂ. 34.50 લાખ
  • ડાયમંડ જડિત સફેદ કલરનું બ્રેસલેટ – અંદાજિત કિંમત રૂ. 3.90 લાખ
  • સોનાનું બેલ્ટ પ્રકારનું બ્રેસલેટ – અંદાજિત કિંમત રૂ. 1.50 લાખ
  • રોકડ રકમ – રૂ. 14.95 લાખ

કુલ કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત રૂ. 59.27 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે

આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેલવે પોલીસ (Rajkot Railway Police)સ્ટેશનના પીઆઈ એચ. એમ. રાણા, પીએસઆઈ બી. જે. જાડેજા, કે. યુ. વાળા, એએસઆઈ હર્ષદભાઈ મેશવાણિયા, ઘનશ્યામભાઈ ચાવડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ કાતરિયા અને નયનાબેન ચાવડાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલ પોલીસે મુદ્દામાલના માલિકી હક અને તેના સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : જૂનાગઢઃ ભેસાણમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ફાળિયા ગામે રામ મંદિર, ખોડીયાર મંદિરમાં ચોરી, સોના-ચાંદીના છત્ર, આભૂષણોની ચોરી, સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેઝ આવ્યા સામે,

આ પણ વાંચો : મહાલક્ષ્મીનું આ મંદિર માત્ર ધનતેરસના દિવસે જ ખુલે છે અને પ્રસાદમાં મળે છે સોના-ચાંદીના સિક્કા

આ પણ વાંચો : સોનું ખરીદવાનો આજે સુવર્ણ સમય, જાણી લો સોના-ચાંદીના ભાવ