Surat/ સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો

સુરતથી અયોધ્યા જનારી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. ટ્રેન નંદુરબાર પહોંચી તો રાતે ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો.

Top Stories Gujarat Surat

@મનિષ કંસારા
ગઈકાલે સુરતથી અયોધ્યા જનારી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા ટ્રેનને પ્લેગઓફ આપવામાં આવ્યું હતું. પરંતું આ ટ્રેનને આગળ જતા મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો, ટ્રેન અયોધ્યા તરફ જવા નીકળી હતી, અને નંદુરબાર પહોંચી તો રાતે ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો. આ ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા. તેઓએ ડરના માર્યા ટ્રેન નાં દરવાજા બંધ કરી દીધા હતા. તેમ છતાં ચાર પાંચ પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા હતા. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. જાણવા મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં ટીખળ ખોરી ની ઘટના બનતી રહે છે…

ટ્રેનમાં બેઠેલા યાત્રીએ ફોન પર જણાવ્યું કે, અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરો ટ્રેન સાથે અથડાવવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી… અહીં આપને જણાવી દઇએ કે આ ટ્રેનમાં ભરૂચના યાત્રીઓ સહિત ગુજરાતભરના યાત્રીઓ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. આસ્થા ટ્રેન પર નંદુરબાર પર પથ્થર મારો થતા મુસાફરો મુસીબતમાં મૂકાયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર સામે આવ્યા નથી. નંદુરબાર પર ટ્રેન પંહોચી ત્યારે ટ્રેન ધીમી પડી હતી અને ટ્રેનના પાટાઓ પાસે જે પથ્થરો હતા એ જ પથ્થરો H7, H10 અને H15 કોચ પર ફેંકવામાં આવ્યા હતા. આ મામલે મુસાફરોએ ફરિયાદ કરતા અધિકારીઓ નંદુરબાર રેલ્વે સ્ટેશન પર પંહોચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા પહેલા જ પંડિત લક્ષ્મણ ભટ્ટ તૈલાંગનું થયું અવસાન; જાણો કોણ હતા આ સંગીતકાર

આ પણ વાંચો:ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં વધી રાજકીય ઉથલપાથલ, RJDએ તેના ધારાસભ્યોને..