ખેડૂત આંદોલનને લઈને હરિયાણામાં સુરક્ષામાં વધારો કરાયો છે. હરિયાણામાં સંવેદનશીલ વિસ્તારોમાં રવિવારથી કલમ 144 લાગુ કરવા સાથે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. પંજાબના ખેડૂત સંગઠન પોતાના પ્રશ્નનોને લઈને ‘દિલ્હી ચલો’ની જાહેરાત કર્યા બાદ સુરક્ષાને પગલે વહીવટીતંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે હરિયાણામાં અર્ધલશ્કરી દળોની 50 કંપનીઓ મોકલી જ્યારે કેન્દ્રએ રવિવારે અર્ધલશ્કરીદળોની 14 વધુ કંપનીઓ મોકલી હતી. સામેલ છે. ઉપરાંત BSF અને CRPFના ટુકડીની અર્ધલશ્કરી દળોની 64 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે રવિવારે રજા હોવાના કારણે સવારે જ સંવેદનશીલ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો સાથે વાત કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન સીઆઈડીએ અહેવાલ આપ્યો છે કે પંજાબના ખેડૂત સંગઠનોએ કૂચ શરૂ કરી દીધી છે અને સોમવાર સાંજ સુધીમાં હરિયાણા બોર્ડર પર પહોંચી જશે. 13 ફેબ્રુઆરીએ હરિયાણાની સરહદમાં પ્રવેશીને અમે દિલ્હી સરહદ તરફ કૂચ કરીશું.
દરમિયાન, હરિયાણા સરકારે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, ફતેહાબાદ, હિસાર, સિરસા, સોનીપત, ઝજ્જર વગેરે જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. આ સિવાય અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં રવિવારે સવારે 6 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવાઓ 13 ફેબ્રુઆરીની મધરાત 12 સુધી બંધ રહેશે. આ પછી સ્થિતિની સમીક્ષા કરીને આગળના આદેશો જારી કરવામાં આવશે.
આ પણ વાંચો:પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા પહેલા જ પંડિત લક્ષ્મણ ભટ્ટ તૈલાંગનું થયું અવસાન; જાણો કોણ હતા આ સંગીતકાર
આ પણ વાંચો:ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં વધી રાજકીય ઉથલપાથલ, RJDએ તેના ધારાસભ્યોને..