પાકિસ્તાનનાં સંસ્થાપક મોહમ્મદઅલી જીણાનું મુંબઈનું દરિયા સામેનું વિશાળ ઘર હવે ઇન્ટરનેશનલ પ્રતિનિધિ મંડળોની મીટીંગ માટે કામ આવશે. વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે આ જાણકારી મલબાર હિલનાં ભાજપનાં MLA મંગલ પ્રભાત લોઢાને લખેલાં એક પત્રમાં આપી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આ બાબતે વિદેશ મંત્રાલયને આદેશ આપી દેવામાં આવ્યા છે. વિદેશમંત્રીએ MLAને લખેલા લેટરમાં કહ્યું છે કે, ‘ વિદેશ મંત્રાલય દ્વારા જીણા હાઉસનો માલિકી હક લેવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લાં 7 વર્ષથી MLA લોઢા આ વિષે સરકાર પાસેથી સતત માંગ કરી રહ્યાં હતા. એમણે વિધાનસભામાં પણ આ માંગ ઘણીવાર ઉઠાવી હતી.’
લેટર મુજબ, નવી દિલ્લીમાં આવેલાં હૈદરાબાદ હાઉસમાં જે સુવિધાઓ છે એવી જ રીતે જીણા હાઉસને પણ વિકસિત કરીને નવું સ્વરૂપ આપવાની અને એની ફરીથી રચના કરવાનો આદેશ PMO થી એમને મળ્યો છે. આ સાથે જ જીણા હાઉસને વિદેશ મંત્રાલયને સોપવાની મંજુરી પણ PMO દ્વારા આપી દેવામાં આવી છે.
આ બાબતે MLA લોઢાએ કહ્યું કે , ‘સરકારે જીણા હાઉસને ઇન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર બનાવવા માટે નિર્ણય લીધો છે. હું અને બીજા ઘણાં લોકો 10 વર્ષથી આની માંગ કરી રહ્યાં હતા. હું મોદીજી અને સુષ્માજી નો આભારી છું.’
Mangal Prabhat Lodha, BJP MLA: Govt has decided to convert the Jinnah House (Mumbai) into an International Cultural Centre. It was a long-pending demand for which I & other people have been trying for last 10 yrs. I'm thankful to Modi ji&Sushma Swaraj ji for this decision.(19.12) pic.twitter.com/p4XyBd4xv6
— ANI (@ANI) December 19, 2018
