Nadiad News/ નડિયાદ એટ્રોસિટી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, આગોતરા જામીનમાં દખલથી ઇનકાર

નડિયાદ એટ્રોસિટી કેસ (Nadiad Atrocity Case)માં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોંગ્રેસ આગેવાનોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી વચગાળાની આગોતરા રાહતમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતાં ફરિયાદી પક્ષની અરજી ફગાવી દેવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News
Nadiad Atrocity Case હવે ફરી ચર્ચામાં,સુપ્રીમ કોર્ટનો નિર્ણય

Nadiad News: નડિયાદ મહાનગરપાલિકામાં થયેલા વિવાદ અને એટ્રોસિટી કેસ (Nadiad Atrocity Case) મામલે હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે.ફરિયાદી પક્ષ દ્વારા દાખલ કરાયેલી સ્પેશિયલ લીવ પિટિશન (Leave petition)ને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

શું હતો સમગ્ર મામલો?

11 સપ્ટેમ્બર 2025ના રોજ નડિયાદ મહાનગરપાલિકામાં પ્રજાકીય પ્રશ્નોને લઈને ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું.આ દરમિયાન એક કાર્યકરને જાતિ વિષયક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ આગેવાનો સામે ફરિયાદ

આ મામલે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદમાં કોંગ્રેસના શહેર પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલર સહિત અનેક લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

Nadiad Atrocity Case
Nadiad Atrocity Case

હાઈકોર્ટથી મળી હતી રાહત

ધરપકડથી બચવા માટે આરોપી પક્ષ દ્વારા ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી.ગુજરાત હાઈકોર્ટે બંને આગેવાનોને વચગાળાની રાહત આપતો હુકમ કર્યો હતો.

Nadiad Atrocity Case અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટના આદેશ સામે ફરિયાદી પક્ષ સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યો હતો.સુપ્રીમ કોર્ટે કેસ (Supreme Court)ની સુનાવણી બાદ હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો અને અરજી ફગાવી દીધી હતી. આ કેસને લઈને સ્થાનિક રાજકારણમાં ચર્ચા અને ગરમાવો હજુ યથાવત છે.સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આગળની કાનૂની પ્રક્રિયા પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં પક્ષપલટાથી રાજકીય તુંતું-મેંમેં:કોંગ્રેસ-‘એટ્રોસિટીની ધમકીઓ આપી કાર્યકરો તોડ્યા’

આ પણ વાંચો:રાજ્યમાં એસસી એસટી સમાજ પર એટ્રોસિટીની ઘટનાઓ વધવા છત્તા તકેદારી અને મોનિટરિંગ કમિટીની બેઠક મુખ્યમંત્રી કેમ નિયમિત નથી બોલાવતા : અમિત ચાવડા

આ પણ વાંચો:PSI વિરુદ્ધ બુટલેગરે એટ્રોસિટી- માર મારવાની  FIR નોંધાવી સસ્પેન્ડ કરવા આવેદનપત્ર આપ્યું