Rajkot News : રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજકોટ જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું છે. સોનલ બારોટે અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમના રાજીનામા પાછળ અન્ય કારણો પણ ચર્ચાઈ રહ્યા છે.
તાજેતરમાં જ સોનલ બારોટનો દારૂની બોટલ સાથેનો એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને વિવાદ સર્જાયો હતો. આ ઉપરાંત, તેઓ મુખ્યમંત્રી કોણ છે તે પણ જાણતા ન હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પણ તેમની ઘણી ટીકા થઈ હતી.
ઉપર આપેલ વીડિયો જાહેરાત માટે, કે કોઈની લાગણી દુભાવા કે અન્ય કોઈ પ્રચાર માટે નથી મૂકાયો, પરંતુ ફકત જાણ સારૂ આ વીડિયો રજૂ કરાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ સંગઠનના આદેશથી સોનલ બારોટે રાજીનામું આપ્યું છે. તેઓ પ્રમુખ બન્યા ત્યારથી જ ચર્ચામાં રહ્યા હતા. તેમના વિવાદોને કારણે પાર્ટીની છબી ખરડાઈ રહી હતી, જેને લઈને પાર્ટીએ આ પગલું ભર્યું હોવાનું મનાય છે.
સોનલ બારોટના રાજીનામા બાદ હવે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં નવા પ્રમુખને લઈને વિવિધ નામોની ચર્ચા થઈ રહી છે. આગામી દિવસોમાં જ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.
@ Vimal Sondarva
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં
