Gandhinagar News: ગુજરાતમાં સરકાર, પોલીસ અને પ્રશાસને ઘણા સમય બાદ કાયદો-વ્યવસ્થા (Law & Order) જળવાઈ રહે તે દિશામાં મોટી કાર્યવાહી શરૂ કરી છે. આબાલ-વૃદ્ધ, નાની બાળકીઓથી લઈ વૃદ્ધાઓ સાથે થતાં અત્યાચારોએ ગુજરાત રાજ્યની છબી ખરડી છે. અમદાવાદ (Ahmedabad)ના વસ્ત્રાલમાં કાયદા-વ્યવસ્થાના જે પ્રકારે લીરેલીરાં ઉડ્યાં હતા, તે જોતાં ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP) એક્શનમાં આવ્યા છે.
પરંતુ જેટલા ચર્ચિત કેસો છે તેમાં 35માંથી 33 તો માત્ર પરપ્રાંતના આરોપીઓ હોવાનું જણાયું છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતની જીલ્લા પોલીસ અસમાજીક તત્વોને કાયદાનો સખ્ત પાઠ ભણાવવા કમિશ્નર ઓફ પોલીસ અને સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ સાથે બેઠક કરી ગુંડાઓનું લિસ્ટ તૈયાર કર્યુ છે. ગઈકાલ સાંજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ ગાંધીનગર ખાતે કામગીરીની સમીક્ષા કરી હતી.
વસ્ત્રાલ (Vastral)માં કેટલાક ગુંડાએ રહેણાક વિસ્તારમાં રોડ પર તલવારો અને લાકડીઓથી આતંક ફેલાવ્યો હતો. ગુંડાઓએ આવતા-જતા વાહનચાલકોને પણ રોકી તેમના વાહનમાં તોડફોડ કરી અને માર માર્યો હતો. તેમજ ભાજપના શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના જ મત વિસ્તાર વાસણામાં એક્તાનગર પાસે જાહેરમાં છરી લઈને દુકાનદાર સાથે મારામારી કરી હોવાની ઘટના પણ સામે આવી હતી.
અગાઉ રાજકોટના ઉપલેટામાં રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે ઝઘડો કરી બોલાચાલી બાદ શાહરૂખ નોઈડા સંધી નામના વ્યક્તિએ જાહેરમાં બધા સાથે પોતાની મરજીથી દુર્વ્યવહાર કર્યો હતો. જ્યારે અબુ ઉર્ફે દાદુ મિયાનોએ કહ્યું કે, હું ઉપલેટાનો બાપ છું, હું ઉપલેટા ગામનો પિતા છું, જે કોઈ મારી સાથે લડવા માંગે છે તેણે મેદાનમાં આવવું જોઈએ. આ રીતે ખુલ્લેઆમ રાત્રે મુખ્ય હાઇવે પર જાહેર બાપુના બાવળા ચોકમાં ખુલ્લા છરી વડે હોબાળો મચાવ્યો હતો.
ઉપલેટા પોલીસને (Upleta Police) ઘટનાની જાણ થયા બાદ, પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ શહેરના સમગ્ર હિન્દુ સમુદાયની માગ કરી છે કે શહેરની શાંતિને ખલેલ પહોંચાડનારા આરોપીઓનું જાહેર સરઘસ કાઢવામાં આવે, જેથી કોઈપણ ધર્મ અને સમાજના અસામાજિક તત્વો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકાય.
અમદાવાદ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપના ધારાસભ્ય હર્ષદ પટેલ અને હસમુખ પટેલે કહ્યું કે, જ્યાં પરપ્રાંતિયો વધુ છે ત્યાં બનાવો બને છે. તેમજ કૌશિક જૈન અને હર્ષદ પટેલે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે જ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે, પ્રજામાં પોલીસનો ડર જ રહ્યો નથી.
ભાજપ શહેર પ્રમુખ અને એલિસબ્રિજ ધારાસભ્ય અમિત પી.શાહે જણાવ્યું હતું કે, કોઈપણ ઘટના બને છે ત્યારે પોલીસ એક્શન લેતી હોય છે અને પોલીસ તેનું કામ કરે જ છે. વાસણા વિસ્તારમાં જે ઘટના બની તેનો મેં PIને વીડિયો મોકલી આપ્યો હતો અને પોલીસે તરત જ આરોપીઓને પકડી લીધા હતા. આ આરોપીના મકાનોની પણ તપાસ કરી ગેરકાયદેસર હોવાને લઈ તોડવા માટેની સૂચના આપી દીધી હતી.
અસારવાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી જ છે. વસ્ત્રાલ વિસ્તારમાં જે ઘટના બની છે તેમાં પોલીસે પગલાં લીધા જ છે જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ છે એવું નથી. ઠક્કરબાપાનગરના ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ વિસ્તારમાં જે ઘટના બની હતી તેમાં નાની ઉંમરના છોકરાઓ છે અને પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ગુજરાતમાં જે પણ આવા ગુનેગારો છે તેનું પોલીસ વડા દ્વારા લિસ્ટ મંગાવવામાં આવ્યું છે.વાસણામાં ઘટના બની એની મને ખબર નથી.
આ પણ વાંચો:શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો
આ પણ વાંચો:અમદાવાદના નિકોલમાં ગરબામાં ગુંડાગીરી, અસામાજિક તત્વોનો આતંક